________________
૫૪
ધન્યકુમાર ચરિત્ર ત્યાં અણચિંતવ્યા ચિંતામણિ રત્નથી પણ અધિક એવા પુણ્યવાન મુનિરાજનાં મને દર્શન થયાં. આજનો દિવસ સફળ થયો. આજે કોઈ શુભ શુકન થયા હશે કે જેથી ઉનાળાની ગરમીમાં તૃષાતુર થયેલા પ્રવાસીને જેમ માનસ સરોવર મળે તેમ મને મુનિનો મેળાપ થયો. મારાં ધન્ય ભાગ્ય કે જેથી આ ભવ તથા પરભવની દ્રવ્ય તથા ભાવરૂપ તૃષા છીપાવનાર મુનીશ્વરનો સુયોગ મને પ્રાપ્ત થયો.”
આમ વિચારતાં રોમાંચિત થયેલો ધન્યકુમાર પાંચ અભિગમ જાળવવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઈ, પંચાંગ પ્રણામ કરીને તે બંને મુનિવરોને ઉદેશીને સ્તુતિ કરવા લાગ્યો. “હે મુનીશ્વર ! આપનાં દર્શન થવાથી મને યુગપ્રધાન ગૌતમસ્વામીનાં દર્શન થયાં, એમ હું માનું છું. વળી હે ભગવન્ ! આપે ક્રોધને જીત્યો છે, માનને હઠાવી દીધું છે. શી આપની સરળતા ? અને શી નિઃસ્પૃહતા ? આપનાં પુણ્ય દર્શનથી આજ મારો જન્મ કૃતાર્થ થયો, એમ હું માનું છું.” આ રીતે સ્તુતિ કરી સંયમ તથા શરીરની કુશળતા પૂછી ધન્યકુમાર તે બંને મુનિવરોની સામે અવગ્રહ જાળવીને બેઠો. મુનિ પણ ધન્યકુમારને ધર્મ સાંભળવાની ઇચ્છાવાળો જોઈ જૈન આગમનું કંઈક રહસ્ય સમજાવવા માટે ધન્યકુમારને આ પ્રમાણે ઉપદેશ આપવા લાગ્યા.
હે ભવ્ય ! આ અગાધ સંસારસમુદ્રમાં જીવો મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા યોગ આ ચાર કારણોથી કર્મો બાંધી તેના ઉદયથી જુદી જુદી જાતિ, કુળ, સ્થાન તથા યોનિઓમાં ઉત્પન્ન થયા જ કરે છે. તેઓ સદા જન્મ, જરા, વ્યાધિ તથા મરણનાં દુઃખો ભોગવ્યા જ કરે છે, ત્યાં મોહરાજાનું કુરાજ્ય ચલાવનાર મિથ્યાદર્શન નામનો તેનો મંત્રી બધા જીવોને પોતાની આજ્ઞામાં રાખવાને માટે અવિરતિ, યોગ, કષાય તથા મિથ્યાત્વરૂપી મદિરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org