________________
પુણ્યશાલીના પગલે રાજગૃહી નગરીથી દૂર જતા ત્યારે ત્યારે જે ગામમાં પ્રભુની સ્થિતિ હોય તે ગામની દિશા તરફ સાત આઠ પગલાં જઈને ત્રણ ખમાસમણ પૂર્વક પ્રભુને વાંચીને તે સુવર્ણમય જવોથી સ્વસ્તિક કરતો, તે પ્રભુને ઉદેશીને તેમની સ્તવના કરતો અને ત્યાર પછી ઘેર આવીને તે ભોજન કરતો હતો. આ પ્રમાણે તે શ્રેણિક મહારાજાએ જિનભક્તિના પ્રભાવથી જિન નામકર્મ ઉપાર્જન કર્યું હતું અને તેથી આવતી ચોવીશીમાં પદ્મનાભ નામના પ્રથમ તીર્થકર તેઓ થવાના છે.
તે રાજગૃહી નગરીમાં મગધાધિપનો બહુ કૃપાપાત્ર અને વાચકજનોને કલ્પદ્રુમ જેવો કુસુમપાળ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. આ શ્રેષ્ઠીનું એક અતિ જીર્ણ, જેમાં વૃક્ષો બધા સૂકાઈ ગયેલાં છે, તેવું પત્ર, પુષ્પ, ફળ, બીજ વગેરેથી રહિત શુષ્ક ઉદ્યાન હતું. ધન્યકુમારે મગધ દેશમાં પ્રવેશ કર્યો અને ક્રમશઃ આગળ વધતાં તેને રાજગૃહી તરફ આવતાં સાંજ પડી જવાથી માર્ગના શ્રમથી થાકી ગયેલો તે જીર્ણ ઉદ્યાનમાં એક રાત્રિયાસો રહ્યો. તે જ રાત્રીમાં ભાગ્યના એક નિધિરૂપ ધન્યકુમારના ત્યાં આવવાના અને રહેવાના પ્રભાવથી તે જીર્ણોદ્યાનમાં રહેલા, સૂકાઈ ગયેલા અને કાષ્ઠરૂપ દેખાતાં સર્વ વૃક્ષો વસંતઋતુના આગમન વડે જેમ વનો વિકસ્વર થઈ જાય, તેમ પુષ્પ, ફળ, પત્ર વગેરેથી પ્રફુલ્લ થઈ ગયાં અને સૂકાઈ ગયેલું તેમ જ પત્ર, પુષ્પાદિકથી રહિત થઈ ગયેલું તદન જીર્ણપ્રાય તે ઉદ્યાન નંદનવન તુલ્ય શ્રેષ્ઠ થઈ ગયું. પ્રભાત થતાં વનપાલક તે શુષ્ક ઉદ્યાનમાં આવ્યો, ત્યાં આ પ્રમાણે પ્રફુલ્લ અને વિકસ્વર થયેલા તે ઉદ્યાનને જોઈને મનમાં અતિ ચમત્કાર પામ્યો, હર્ષિત થયો અને આમ તેમ જોવા લાગ્યો. જોતાં જોતાં એ શુદ્ધ સ્થળે બેઠેલા અને પ્રાતઃકાળની ધર્મક્રિયાઓ કરતા તથા નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરતા અને ચૈત્યવંદનાદિ કરતા ધન્યકુમારને તેણે જોયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org