________________
६८
ધન્યકુમાર ચરિત્ર ધન્યકુમારને જોતાં જ તે અતિશય વિસ્મિત થયો અને વિચારવા લાગ્યો કે, “ખરેખર આ પુરુષ કોઈ ભાગ્યના ભંડાર રૂપ છે, ઇદ્ર કરતાં પણ સવિશેષ રૂપગુણયુક્ત છે અને સૌભાગ્યવંત છે. ગઈ કાલ રાત્રિએ રાત્રિવાસો અહીં રહેલા આ ભાગ્યશાળી પુરુષના પ્રભાવ વડે જ આ શુષ્ક વન નંદનવન તુલ્ય થઈ ગયું દેખાય છે.” આ પ્રમાણે મનમાં વિચારી હર્ષપૂર્વક પોતાના સ્વામી કુસુમપાળ શ્રેષ્ઠીના ઘેર જઈને તેણે વધામણી આપી કે, “સ્વામિન્ ! તમારા વનમાં કોઈ મહાતેજસ્વી પુરુષ રાત્રિ રહેલ છે. તેના પ્રભાવથી તમારું શુષ્ક ઉદ્યાન નંદનવન જેવું સુંદર અને શોભીતું થઈ ગયું છે.” - વનપાળે કહેલી આ હકીકત સાંભળીને અતિશય વિસ્મિત ચિત્તવાળો તે શ્રેષ્ઠી ભાગ્યશાળી ધન્યકુમારને જોવાને રસિયો થયો, તેથી તરત જ વનપાલકની સાથે તે પોતાના ઉદ્યાનમાં આવ્યો, તેણે ઉદ્યાનગૃહમાં બેઠેલા ધન્યકુમારને જોયા. સમગ્ર વિશ્વના સર્વ મનુષ્યો કરતાં અભુત અને અખંડ સૌભાગ્યના ભાજનરૂપ, અતિ દેદીપ્યમાન કાંતિ તથા શરીરવાળા, સર્વ લક્ષણોથી યુક્ત, ગુણની વૃદ્ધિ કરે તેવા અને સિંહ પુરુષની આકૃતિવાળા તે ધન્યકુમારને જોઈને શ્રેષ્ઠી વિચાર કરવા લાગ્યો, ખરેખર, આ ભાગ્યશાળી પુરુષના પ્રભાવ વડે જ મારું આ શુદ્ધ વન પલ્લવિત થઈ ગયું છે, શું ચંદનના ઉદય વિના સમુદ્રના પાણીનો ઉલ્લાસ કદી થાય છે ?”
આ પ્રમાણે અંતઃકરણમાં વિચાર કરીને વિચક્ષણ પુરુષોમાં અગ્રેસર તે શ્રેષ્ઠી ઉચ્છંખલપણા રહિત અને વૈર્યવાન ધન્યકુમારને આગમન સંબંધી કુશળક્ષેમ પૂછવા લાગ્યો અને કહ્યું, “સજ્જન શિરોમણિ ! તમારા પધારવાથી જડરૂપ અને નિર્જીવ થઈ ગયેલું આ મારું વન તમારા આગમનથી તેને થયેલ હર્ષ પ્રદર્શિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org