________________
૬૯
પુણ્યશાલીના પગલે કરવાના બહાનાથી જાણે નવપલ્લવિત અને પુષ્પમય થઈ ગયું છે અને હું પણ તમારા દર્શનરૂપી અમૃતના સિંચનથી મન અને નયનોમાં નવપલ્લવિત થયો છું, સારાંશ કે તમારા દર્શનામૃતથી મારાં નયન સફળ થયાં છે અને મન બહુ ઉલ્લાસપૂર્ણ થયું છે. અમારા પૂર્વે ઉપાર્જન કરેલા પ્રબળ પુણ્યોદયના યોગથી જ મારવાડમાં કલ્પવૃક્ષની જેમ તમારા દર્શનનો અમને લાભ થયો છે એમ મને લાગે છે. સૌભાગ્યવંતોમાં અગ્રણી ! કૃપા કરીને મારા ઘેર પધારવાની કૃપા કરો, એટલો પ્રયાસ લો અને મારા મનોરથની પૂર્તિ કરો.'
આ રીતે કુસુમપાળ શ્રેષ્ઠીનો આગ્રહ થવાથી ધન્યકુમાર તે શ્રેષ્ઠીના ઘેર ગયો. માણેક પોતાના ગુણો વડે જ્યાં જાય ત્યાં માન પૂજા પ્રાપ્ત કરે છે. કુસુમપાળ શ્રેષ્ઠીના ઘેર જઈને ધન્યકુમારે તૈલમર્દન કરાવ્યું. પીઠી વગેરે ચોળાવીને સ્નાન કર્યું, શરીરની સારી રીતે સુશ્રુષા કરી, સ્નાન કર્યા પછી ચંદનાદિક વડે શરીર ઉપર વિલેપન કર્યું અને સારા વર્ણવાળા સુકોમળ વસ્ત્રો પહેર્યા. ત્યાર પછી બહુમાનપૂર્વક વિવિધ પ્રકારની સામગ્રીયુક્ત રસવતીઓનું ભોજન કર્યું. પછી શ્રેષ્ઠીએ સોનાના સિંહાસન ઉપર ધન્યને બેસાડી પાંચ પ્રકારની સુગંધીવાળું તાંબૂલ આપ્યું. આ પ્રમાણે વિવિધ સામગ્રી વડે તેમનો ઉપચાર કર્યા પછી, શ્રેષ્ઠી અંજલિ જોડી વિનયપૂર્વક તેમની પાસે બેસી કહેવા લાગ્યો, કહે સૌમ્ય ! તમારા અતિ અભુત ગુણો વડે તમારા વંશની ગૌરવતા સ્પષ્ટ જણાઈ આવે છે. કારણ કે, “આચાર જ કુળને સ્પષ્ટ બતાવે છે. તેથી તમારા જીવનરૂપી વનને ફળ અને કુસુમરૂપી લક્ષ્મી દેનાર તમને કુસુમશ્રી નામની મારી કન્યા આપીને હું તમારો કાંઈક અનૃણી થવાની ઇચ્છા રાખું છું, માટે એ કુસુમશ્રી નામની કન્યાનું આપ પાણિગ્રહણ કરો.” આવી હિતકારી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org