________________
૧૪
ધન્યકુમાર ચરિત્ર લો ! અને તેને યોગ્ય લાભ આપીને પણ જો આ ચીજો ખરીદી લેશો તો તમને મોટો લાભ મળશે.” - આ બધી વાતો સાંભળીને તે શેઠ ધન્યકુમાર પાસે જઈ કહેવા લાગ્યો, “હે ભાગ્યશાળી ! તમે ખરીદેલ ચીજો મને આપો અને નફાના એક લાખ સોનૈયા લો ! કે જેથી મારું અહીં આવવું સફળ થશે અને તમને વગર મહેનતે ધન મળશે, આ બધા શેઠિયાઓની લાજ રાખો, કારણ કે તેમ કરવાથી તમને ધન તથા યશ બંનેનો લાભ મળશે, તેમજ વળી અમે તમારો ઉપકાર લાંબા વખત સુધી ભૂલીશું નહિ.'
ધન્યકુમાર આમ રોકડા લાખ રૂપિયા મળવાથી પોતાની ઇચ્છા પાર પડેલી છતાં મીઠાં વચનથી આ પ્રમાણે કહેવા લાગ્યો, ખુશીથી આ વસ્તુઓ સ્વીકારો, જો કે આ વસ્તુઓથી મને તો ઘણો લાભ છે. પરંતુ ભલે તમારી ઇચ્છા છે, તો લાખ સોનૈયા જ આપો. આપના જેવા વડિલનું વચન કેમ ઉત્થાપાય ? કુળવાન માણસને વડિલનો વિનય જાળવવો તે જ યોગ્ય છે,” આ પ્રમાણે મીઠાં વચનથી તેમને રાજી કરી વેચાણનું ખત કરી આપી, લાખ સોનૈયા લઈને ધન્યકુમાર ઘેર આવ્યા. પિતાને પ્રણામ કરી તે ધન તેમની આગળ મૂકી દીધું અને બનેલ સર્વ વૃત્તાંત ત્યાં કહ્યો.
ધન્યકુમારે ત્યારબાદ હજારો સોનૈયા ખર્ચી ભોજન સામગ્રી તૈયાર કરાવવા માંડી. રસોઈયાઓએ પણ જાતજાતની ચીજો મેળવીને તથા ઘણી જાતના મસાલા નાંખીને સરસ ભોજન તૈયાર કર્યું. પોતાની જ્ઞાતિના માણસો, સગા-વ્હાલા તથા મિત્રોને કુમારે નોતર્યા. તેઓ આવીને પોતપોતાનાં આસન ઉપર જમવા બેસી ગયા. - સૌથી પહેલાં કુળની નાની બાલિકાઓ નારંગી, સંતરા વગેરે મીઠાં ફળો તથા ખજુર, દ્રાક્ષ, આલુ વગેરે મેવો પીરસી ગઈ. તે ફળો ખાતાં તથા ધન્યકુમારના ગુણનું વર્ણન કરતાં ઓર જ રસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org