________________
- ૧૩
ભાગ્યપરીક્ષા ગાઉ લગભગ ગયો હશે, ત્યાં તો રસ્તામાં તે સાર્થ તથા સાર્થવાહનો તેને ભેટો થયો. પરસ્પર કુશળ સમાચાર પૂછયા, પછી ધન્યકુમારે વેચવાની ચીજોની જાત તથા સંખ્યા વગેરે પૂછી લીધું. સાર્થવાહે ધન્યકુમારને બધી હકીકત કહી દીધી.
એટલે ધન્યકુમારે સાર્થવાહને તે ચીજો વેચાતી લેવાની પોતાની ઇચ્છા જણાવી. તે શેઠે પણ પોતાના હાથની સંજ્ઞાથી બીજા પોતાની સાથેના વ્યાપારીઓ સાથે ચોક્કસ કરી વેચવાની ચીજોની કિંમત કહી, એટલે ધન્યકુમારે તે કબૂલ રાખી. ધન્યકુમારે તે ચીજો બરાબર છે કે કેમ તે સહેજ સહેજ હાથમાં લઈ આંખ ફેરવીને જોઈ લીધું, પછી તે બધી ચીજોનું પાકું સાટું કરીને પોતાના તાબામાં લીધી. બધું ચોક્કસ થયા પછી પોતાની મહોર તેના ઉપર કરી દઈને તે નિશ્ચિત થયો.
આ બાજુ પેલો મહેશ્વર શેઠ પોતાના ઘેર જઈને ભોજન કરીને પેલા સાર્થની સામે જવા માટે ઉત્સુક થઈ તૈયારી કરવા લાગ્યો. તેથી બીજા વેપારીઓ પણ સાર્થને મળવા ચાલ્યા. માર્ગમાં જતા સાર્થનો મુખ્ય વ્યાપારી સાથે સાથે જ તેમને મળ્યો. અરસપરસ શિષ્ટાચારપૂર્વક પ્રણામ કરીને મહેશ્વરે સાર્થના મુખ્ય શેઠને તેની ચીજો લેવાની પોતાની ઇચ્છા જણાવી.
તે સાંભળી હસીને તે સાર્થવાહે બધા વ્યાપારીઓને કહ્યું, ‘તમારું કલ્યાણ થાઓ. પરંતુ હવે હું શું કરું ? મેં હમણાં જ મારી સર્વ વસ્તુઓ આ ધન્યકુમારને વેચી દીધી છે અને મેં તેનો લેખ પણ લઈ લીધો છે, (બાનું પણ લીધું છે.) બધું નક્કી થઈ ગયા પછી જો હું ફરી જાઉં તો મારી અપકીર્તિ જ થાય.'
શેઠના મિત્ર પણ કહ્યું, “મેં પહેલાથી જ તમને ચિઠ્ઠી લખી મોકલી હતી. પરંતુ આળસુ થઈને તમે પ્રસંગનો લાભ ન લીધો. હવે તેમાં મારો શો દોષ ? હવે તો ધન્યકુમારને જ તમે હાથમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org