________________
૧૨
ધન્યકુમાર ચરિત્ર
આ મુજબનો તેનો પત્ર વાંચી તેનો અર્થ વિચારી મૂર્ખની માફક સવારના પણ ભૂખ્યો થઈ ગયેલો તે શેઠ વિચારવા લાગ્યો, ‘ભાગ્યથી જ પ્રાપ્ત થઈ શકે તેવી અગણિત ચીજો સહિત તે સાર્થવાહ નજીકમાં આવ્યો છે. પરંતુ વ્યાપારમાં ગૂંથાઈ ગયેલ બીજા અહીંના કોઈ પણ વ્યાપારીને તેની ખબર નથી. માટે ઘેર જઈ ભોજન કરી ચિત્ત સ્વસ્થ બનાવું ને પછી જાઉં. કારણ કે ચિત્ત સ્વસ્થ હોય ત્યારે જ બુદ્ધિ બરાબર કામ આપે છે અને આ ખરીદી બુદ્ધિથી જ સારી રીતે થઈ શકે તેવી છે. માટે જમ્યા પછી જ ત્યાં જઈ સાર્થવાહને પ્રણામ કરી એકલો હું જ તેની સર્વ ચીજો ખરીદી લઈશ. પછી વેચાતી લીધેલી એ ચીજોથી મને ભારે લાભ થશે. કારણ કે, આ શહેરમાં કોઈની દુકાને એવી કરિયાણાની ચીજો નથી.’
આવો વિચાર કરીને તે મહેશ્વર શેઠ તો પહેલાં પોતાના ઘેર ભોજન કરવા ગયો. સંસારમાં આમ ભૂખ સર્વને વિઘ્નકર્તા બને છે.
દરમિયાન તેની દુકાન ઉપર બેઠા બેઠા ચોખ્ખા ભોજપત્ર પર લખેલા તે પ્રતિબિંબથી વંચાતા અક્ષરો હોંશિયારીથી ધન્યકુમારે વાંચી લીધા અને તેણે વિચાર કર્યો, ‘આ વિચાર કરવાની શક્તિ વગરના માણસની મૂર્ખાઈ તો જુઓ, અરે તેનો પોતાનો મિત્ર ખાસ ખાનગી રીતે તાકીદે જવાનું લખી જણાવે છે, છતાં આ લેખ વાંચી તે ભોજન કરવા ગયો, વ્યાપારીને આવી બેદરકારી ન છાજે. હવે તે જમીને ઘેરથી પાછો આવે તે પહેલાં તે સાર્થવાહ પાસે જઈને હું તેની વેચવાની તમામ ચીજો મારા તાબામાં લઈ લઉં, કારણ કે દ્રવ્યપ્રાપ્તિનું મૂળ કારણ ઉદ્યમ છે.’
આમ વિચાર કરી ધન્યકુમાર પોતાના ઘેર જઈને સુંદર વસ્ત્રાલંકાર સજી ઘોડેસ્વાર થઈ પોતાને યોગ્ય મિત્ર તથા સેવકોને લઈને તે તરત જ પેલા સાર્થવાહ પાસે જવા નીકળ્યો, તે અડધો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org