________________
ભાગ્યપરીક્ષા
૧ ૧ ત્યારબાદ ચોથા દિવસે કરોડો રૂપિયા કમાવાને તૈયાર થઈ ગયેલ ધન્યકુમારને પિતા ધનસા શેઠે પણ ત્રણસો સોનાના સિક્કા આપ્યા, પછી જેમ અષાઢ મહિનાનું વાદળું જળ લેવાને માટે સમુદ્ર તરફ જાય છે, તેવી રીતે ધન્યકુમાર પિતાએ આપેલ સિક્કા લઈને ધન કમાવાને માટે બજાર તરફ ચાલ્યો. સારા શુકનથી પ્રેરાઈને ધન્યકુમાર એક મોટા પૈસાદાર ગૃહસ્થની દુકાને જઈને બેઠો. તે શેઠ પોતાના મિત્રે લખેલી નોકર સાથે આવેલી ચિઠ્ઠી નોકરનાં હાથમાંથી લઈ છાનોમાનો ઉઘાડીને મનમાં વાંચવા લાગ્યો.
તે પત્રમાં લખ્યું હતું, “શ્રી પ્રતિષ્ઠાનપત્તન શહેરે, મહાશુભસ્થાને, પરમપ્રિય મિત્ર મહેશ્વર જોગ, સાર્થના સ્થાનથી તમારો સ્નેહી મિત્ર સુભદ્ર શ્રેષ્ઠી સ્નેહ તથા કુશળ સમાચાર પૂર્વક પ્રણામ સાથે કહેવરાવે છે કે, અહીં સર્વે કુશળ છે, તમારી કુશળતાના સમાચાર જરૂર મોકલતા રહેશો. હવે કામની વાત ઉપર આવીએ. મેઘ સમાન ફાયદાકારક એક સાર્થવાહ અગણિત કરિયાણાથી ભરેલાં ગાડાંઓ લઈને તમારી તરફ આવે છે. વળી તે જ્યાંથી આવે છે, તે સ્થાનેજ પાછો જવા માંગે છે. દરિદ્રતાનો નાશ કરવાને સમર્થ મોટા વ્યાપારીઓને યોગ્ય બહુ કરિયાણા તેની પાસે છે. ગમે તે કારણ હોય, પરંતુ તે સાર્થવાહ થોડા નામના જ લાભથી પણ પોતાના વતન જવા ઉત્સુક થઈ ગયો છે. માટે હે મિત્ર ! તમારે તે સાર્થવાહ પાસે જલદી આવીને તેનાં કરિયાણાનું સાટું કરી લેવાની જરૂર છે, તેથી તેમને તેમજ મને ભારે લાભ થવાનો સંભવ છે. આ પ્રકારના ઘણા લેખો અગાઉ પણ મેં આપના તરફ લખી મોકલ્યા હતા. પરંતુ તમે એકનો પણ જવાબ આપ્યો નથી. કદાચ મારો એક પણ પત્ર સોનાના નિધાનની જેમ તમારા હાથમાં આવ્યો નહિ હોય. માટે હવે તો આને અંગે ઘટતું તાત્કાલિક કરજો.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org