________________
ભાગ્યપરીક્ષા
જેમ દર્દી વૈધે આપેલું પોતાને મનગમતું ઔષધ ખુશીથી સ્વીકારી લે છે, તે પ્રમાણે ધન્યકુમારના તે વડિલબંધુઓએ પોતાના પિતાનું કહેવું સ્વીકારી લીધું. એટલે શેઠે વ્યાપાર કરવાને માટે ચારે પુત્રોને ત્રણસો સોનાના સિક્કા આપીને કહ્યું, “હે પુત્રો ! આ સોનાના સિક્કાથી જુદા જુદા દિવસે વ્યાપાર કરીને પોતાનાં ભાગ્ય પ્રમાણે મળેલ લાભથી આપણા કુટુંબને તમારે ભોજન આપવું.”
પ્રથમ મોટો પુત્ર ધનદત્ત ત્રણસો સોનાના સિક્કા લઈ વ્યાપાર કરવા ગયો, પરંતુ ઘણો પ્રયત્ન કર્યા છતાં પણ તેને સહેજસાજ લાભ મળ્યો, કારણ કે દરેક મનુષ્યને પોતાનાં કર્મના ઉદય અનુસાર જ ફળ મળે છે, પ્રયત્ન પ્રમાણે મળતું નથી. પછી તેણે વ્યાપારથી મેળવેલા ધનથી સુધાને તોડવાને સમર્થ એવા વાલ તથા તેલ લાવીને પોતાના કુટુંબને ભોજન કરાવ્યું. બીજા દિવસે ધનદેવે પોતે કમાયેલ ધનથી ચોળા લાવીને કુટુંબને જમાડ્યું. ત્રીજે દિવસે ધનચંદ્ર પોતે લાવેલ નફાથી જેમ તેમ કરીને કુટુંબને તૃપ્ત કરવા પ્રયાસ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org