________________
ધન્યકુમાર : બાલ્યકાળ સાચું ખોટું બોલવાની મૂર્ખાઈ કરતો તમે કદી જોયો છે ખરો ? ગોવાળીઆથી માંડીને મોટા રાજા મહારાજાઓ સુધી સર્વ મનુષ્યોમાં મારી તુલનાશક્તિનાં વખાણ થાય છે અને તે પ્રમાણે પરીક્ષા કરવામાં કુશળ એવા મેં જેના જે ગુણો હતા, તેના તે જ ગુણોના વખાણ કર્યા છે. જો ગુણવાન માણસના ગુણો ગાવામાં મૌન ધારણ કરીએ, તો તે પ્રાપ્ત થયેલી વચનશક્તિને નિષ્ફળ કરવા જેવું છે, તેથી આ ગુણવાન પુત્રની નિષેધ કરાયેલી સ્તુતિ પણ હું કરું છું.'
અરે પુત્રો ! ધન્યકુમારના જન્મ પછી જેવી લક્ષ્મી આપણા ઘરમાં આવી છે, તેવી પહેલાં નહોતી, તેથી ધન્યકુમારને જ તેના કારણરૂપ હું સમજું છું. હે પુત્રો ! જેમ ચંદ્રોદય સમુદ્રની ભરતીનું, જેમ સૂર્ય કમળને ખીલવાનું, જેમ વસંત પુષ્પને આવવાનું, જેમ બીજ અંકુરા ફૂટવાનું, જેમ વરસાદ સુકાળનું તથા જેમ ધર્મ જયનું કારણ છે, તેમ આટલું પણ ચોક્કસ સમજજો કે, આપણા ઘરમાં લક્ષ્મી વધવાનું કારણ બન્યકુમાર સિવાય બીજું કાંઈજ નથી. એના જેવું ભાગ્ય તથા સૌભાગ્ય અને એના જેવી બુદ્ધિની નિર્મળતા તેના સિવાય બીજો કોઈ સ્થળે તમે જોઈ છે? પુત્રો ! જો તમને મારા વચનમાં વિશ્વાસ ન હોય તો હું આપું તેટલા ધનથી વ્યવસાય કરી પોતપોતાનાં ભાગ્યની પરીક્ષા કરો. એક સરખો ઉદ્યમ એક સરખા ધન વડે કરવાથી પોતાના ભાગ્યાનુસાર ફળ મળે છે. પૂરા ભરેલા સરોવરમાંથી પણ ઘડો તો પોતાના માપ પૂરતું જ પાણી લઈ શકે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org