________________
ધન્યકુમાર ચરિત્ર હવે મોટા માણસો પાસે ધન્યકુમારના ગુણ ગાઈને તમે અમને નીચા બનાવો છો. જેવી રીતે ત્રાજવામાં એક પલ્લાને ભારે કરીએ તો બીજું સ્વયમેવ હલકું થઈ જ જાય છે, તેવી રીતે ધન્યકુમારના ગુણ ગાઈને તેને મોટો (ભારે) બનાવવાથી અમે હલકા બની જઈએ છીએ. પિતાજી ! જેમ બધાં વૃક્ષોમાં સરોવરનું પાણી એક સરખું પહોંચે છે, તેવી રીતે તમારો સ્નેહ પણ સર્વ પુત્રોમાં એક સરખો જ હોવો જોઈએ, જેમ સર્વ મહાવ્રતો વિધિપૂર્વક એક સરખાં પાળવાથી જ મુનિ શ્રેષ્ઠ ગણાય છે, તેમ સર્વ પુત્રોમાં એક સરખા જ ગુણોની સ્થાપના કરવાથી સત્યાસત્યની પરીક્ષા કરી શકનાર માણસોમાં પિતા શ્રેષ્ઠ ગણાય છે.”
“વળી હે પિતાશ્રી ! શાસ્ત્રમાં પણ પુત્રની સ્તુતિ કરવાનો નિષેધ કર્યો છે અને તે તો તમે કરો છો. માટે જે વાતનો શાસ્ત્રમાં નિષેધ કર્યો હોય તે વાતનો આદર કરવાથી કદી પણ યશ મળી શકે ખરો ? મા-બાપે બહુ લાલન-પાલન કરીને ઉશૃંખલા બનાવી દીધેલો પુત્ર તો કુટુંબનો ક્ષય કરનારો થાય છે. લાકડામાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ શું લાકડાને નથી બાળતો ? તેમ તમે ધન્યકુમારમાં શી અધિકતા જોઈ તથા અમારામાં શી ઓછાશ જોઈ કે હંમેશાં જાણે દેવતા હોય તેમ તેનાં વખાણ કર્યા જ કરો છો? હે તાત! પરસ્પર સ્નેહલતાને વધવા દેવાની તમારી ઈચ્છા હોય તો ધન્યકુમારનાં વખાણ કરવા રૂપી અગ્નિ હવે વારંવાર ન ચેતાવો અને અમારા બધા ઉપર એક સરખી દૃષ્ટિ રાખો.'
પોતાના પુત્રોના આવા શબ્દો સાંભળીને ગુસ્સે થયેલા તે પુત્રોને શાંત કરવા માટે ધનસારે કહ્યું, “પુત્રો ! તમે ડોળા પાણીના ખાબોચિયાની જેવા મલિન આશયવાળા છો, તમારે સ્વચ્છ થવાને માટે મારા જેવાના વચનરૂપ કતક ફળની જરૂર છે. તેનો ઉપયોગ કરો, હે પુત્રો ! હંસની માફક નિર્મળ બંને પક્ષવાળા મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org