________________
ધન્યકુમાર : બાલ્યકાળ
પિતાજી ! અમે જુદી જુદી જાતના કરિયાણાથી ભરપૂર વહાણી ભરીને જાણે સમુદ્રના મસ્યો હોઈએ, તેમ વારંવાર સમુદ્રમાં મુસાફરી કરીએ છીએ. તેમજ વારંવાર દેશ-પરદેશમાં રખડીએ છીએ, સાહસ કરીને અનેક વસ્તુઓથી ભરપૂર ગાડા સાથે ન વીંધી શકાય તેવાં અરણ્યોમાં રખડીએ છીએ, રસ્તામાં ટાઢ તડકો સહન કરીએ છીએ, ઉનાળાના તડકામાં ખેતીનો આરંભ કરીએ છીએ, બજારમાં દુકાને બેસીને વેપાર કરીએ છીએ, અનેક વ્યાપારીઓને ઉધારે દ્રવ્ય અથવા કરિયાણા દઈએ છીએ અને હંમેશા તેના હિસાબ કરવાનું કષ્ટ સહન કરીએ છીએ. ત્યાર પછી પાછા તેમના ઘેર વારંવાર આંટા ખાઈને ઉઘરાણી કરીએ છીએ, ભાતભાતની યુક્તિ-પ્રયુક્તિથી ધન લાવી કુટુંબનો નિર્વાહ કરીએ છીએ, વળી રાજ્યના અધિકારી વગેરેને ધીરેલ કેટકેટલી કળા કરીને પાછું મેળવીએ છીએ.”
“આ પ્રમાણે અનેક ઉપાયો કરીને અમે પૈસા પેદા કરીએ છીએ, છતાં એવા અમારા કષ્ટની અવગણના કરીને તમે ધન્યકુમારની જ વારંવાર પ્રશંસા કરો છો. પણ જુઓ, હજુ સુધી તો તે લજ્જાહીન રમતગમત પણ છોડતો નથી; વ્યાપાર વગેરે ઉદ્યમ તો બાજુ પર મૂકીએ, પરંતુ ઘરમાં સરખી રીતે પોતાનાં વસ્ત્રાદિને પણ ઠેકાણે મૂકવાનું કામ તે કરતો નથી. હિસાબ વગેરે કરવામાં પણ તે ઉઘુક્ત થતો નથી, ઘેર આવેલ સારા માણસોને આદર સત્કાર આપતાં પણ હજુ તેને આવડતું નથી, તો પણ ધન્યકુમારની વારંવાર પ્રશંસા કરવાની તમારી અજ્ઞાનતાને અમે સમજી શકતા નથી; વળી ઘરનો ભાર સહન કરતા એવા અમારી તમે નિંદા કરો છો, પરંતુ જે માણસ સારા નરસાનું પારખું કરી શકતો નથી, તે બધે ઠેકાણે હસીને પાત્ર થાય છે.'
માટે હે પિતાજી ! તમેજ અમને મોટા બનાવ્યા હતા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org