________________
ધન્યકુમાર ચરિત્ર તથા કયા સમયે શું બોલવું તેનું બરાબર જ્ઞાન તેને હોવાથી તે રાજસભામાં જતો ત્યારે રાજાને પણ પ્રિય થઈ પડતો. દેવતાની ભક્તિ કરવામાં તે અડગ ધર્યવાળો હતો.
અનુક્રમે બાલ્યવયનું તે અતિક્રમણ કરી યુવતીઓને ક્રિીડા કરવાનાં વન રૂપ યૌવનવયને તેણે પ્રાપ્ત કરી, તેના જન્મથી આરંભીને ધનસાર શ્રેષ્ઠીના ઘરમાં ચારે બાજુથી ધનધાન્યાદિ લક્ષ્મી વધવા લાગી હતી, તેથી તેનો પિતા લક્ષ્મીની વૃદ્ધિ જોઈને નીતિશાસ્ત્રના નિયમથી વિરૂદ્ધ હોવા છતાં ગુણથી આકર્ષાઈને હજારો માણસો પાસે તે ધન્યકુમારનાં વખાણ કરતો હતો.
નીતિશાસ્ત્રમાં કહ્યું છે, “ગુરુની સ્તુતિ સામે કરવી, મિત્ર તથા બાંધવોની પાછળ કરવી, દાસ કે સેવકની કાર્યની સમાપ્તિ બાદ કરવી, પુત્રની તો કરવી જ નહીં, અને સ્ત્રીની સ્તુતિ મૃત્યુ પામ્યા પછી કરવી.”
આમ છતાં પણ શેઠ તો કહેતા, “જે દિવસથી આ પુત્રનો જન્મ થયો છે, તે દિવસથી જાણે મંત્રથી આકર્ષાઈને આવતી હોય તેમ ચારે બાજુથી લક્ષ્મી મારા ઘરમાં વધતી જ જાય છે. આ પુત્રના ગુણો બધા શહેરવાસી જનોનાં ચિત્ત ચોરનારા છે. કોઈ નિપુણ માણસોથી પણ તેની ગણતરી થઈ શકે તેમ નથી. પૂર્વ જન્મના કોઈ શુભ ભાગ્યના ઉદયથી મારા ઘેર કલ્પવૃક્ષનો પુત્રરૂપે જન્મ થયો જણાય છે.”
આ પ્રમાણે બહુ પ્રકારે જેમ જેમ તે ધનસાર શેઠ પોતાના નાના પુત્ર ધન્યકુમારના ગુણોનું વર્ણન કરવા લાગ્યા, તેમ તેમ તેના મોટા ત્રણે ભાઈઓ તે સહન ન કરી શકવાથી ઈર્ષ્યાથી બળવા લાગ્યા. બળતા હૃદયના કોપરૂપી અગ્નિમાં સ્નેહરૂપ તેલનું બલિદાન કરીને તેઓએ પોતાના પિતા ધનસારને એક દિવસે કહ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org