________________
ધન્યકુમાર : બાલ્યકાળ પડતાં જ તેના ભૂત, ભવિષ્ય તથા વર્તમાનનું જાણે પોતાને જ્ઞાન હોય તેવું વર્ણન કરતો હતો. સંગીત અને છંદશાસ્ત્ર વગેરેનો નિર્ણય અને સવર્ણ, માન, તાલ, માત્રાનુભાવ અને પ્રસ્તાર વગેરેનું વર્ણન તે સ્પષ્ટ રીતે કરી શકતો હતો.
સુસ્વર નામકર્મના ઉદયથી તે ધન્યકુમાર સર્વ મનુષ્યોને વશ કરી શકે તેવું ગીતગાન, લય, મૂચ્છ તથા રસપૂર્વક એવું કરતો કે તેનાથી આકર્ષાઈને વનમાંથી હાથી તથા હરણીઆઓ પણ વગર શંકાએ માણસોથી ભરપૂર નગરમાં ચાલ્યા આવતા હતા. હાથી, ઘોડાની પરીક્ષામાં તથા તેમને કેળવવામાં તે ઘણો જ કુશળ થયો હતો. મલ્લયુદ્ધમાં તેનું રહસ્ય સમજી ગયો હોવાથી કળ અથવા બળથી મલ્લનો પરાજય કરવામાં તે કુશળ હતો. ધનુષ્ય વગેરે શસ્ત્ર વિદ્યાઓમાં પ્રવીણ થવાથી સામા યોદ્ધાને જલદીથી તે જીતી શકતો હતો. ચક્રવ્યુહ, ગરૂડલૂહ, સાગરભૃહ વગેરે સૈન્યની રચના કરવામાં તે એવો કુશળ થઈ ગયો હતો કે સામો શત્રુ તેનો પરાભવ કરી શકતો નહીં.
ગાંધીના વ્યાપારમાં તે વિધવિધ કરિયાણાઓ ખરીદવામાં તથા વેચવામાં કુશળ થઈ ગયો હતો. ગંધ પરીક્ષામાં ઘણો ચતુર હોવાથી માત્ર ચીજો સુંઘવાથી જ અંદર શું શું છે તેની પરીક્ષા તે કરી શકતો હતો. વસ્ત્રના વ્યાપારમાં તે પવિત્ર બુદ્ધિવાળો થયો હતો. મણિ તથા રનના વ્યાપારમાં તેના ગુણ-દોષને તે સમજનાર હોવાથી તેને બધા પ્રમાણરૂપ સમજતા હતા. મણિયારાના ધંધામાં જુદા જુદા દેશોમાં નીપજેલી ચીજોના ગુણ-દોષ સમજી જઈને તે લેવામાં તથા વેચવામાં તે પ્રવીણ થયો હતો.
જુદા જુદા દેશના આચાર, વિચાર, ભાષા તથા માર્ગોનું જ્ઞાન હોવાથી તે સાર્થવાહ બની મુસાફરોને ઉત્સાહ તથા સત્ત્વપૂર્વક ઇચ્છિત સ્થાને લઈ જતો હતો. સમયને સમજી શકનાર હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org