________________
ભાગ્યપરીક્ષા
૧૫ તથા તૃપ્તિનો આનંદ તેઓ ભોગવવા લાગ્યા. ત્યારપછી સ્વાદિષ્ટ અને મનને ખુશ ખુશ કરી દે તેવા ભાતભાતની ચીજોથી બનાવેલા લાડુ આવ્યા, પછી ઘીથી ભરેલા, જાણે સ્વર્ગમાંથી ઉતરી આવેલ હોય તેવા ચંદ્રના મંડળ જેવા સફેદ સુગંધી ઘેબર લાવવામાં આવ્યા, તે સિવાય મધુર રસની ઇચ્છાવાળાને તૃપ્ત કરનાર, તેમજ ગળામાંથી પસાર થતાં ગટક ગટક એવો અવાજ કરતાં સફેદ પંડા પીરસવામાં આવ્યા, વળી ગંગાકિનારે આવેલ રેતી જેવી સફેદ ખાંડથી મીઠો બનાવેલો અને શરીરમાં ઉત્પન્ન થયેલ ગરમીને શાંત કરી નાંખતો શીખંડ પીરસાયો, આ બધું આવી ગયા પછી મીઠી ચીજોથી તૃપ્ત થઈ ગયેલ ઉદરવાળા આમંત્રિત ગૃહસ્થોની આહાર પચાવવાની શક્તિની મંદતાનો નાશ કરનાર મીઠું, હળદર તથા મરચાં વગેરે દીપક ચીજો નાંખીને બનાવેલી ઉની ઉની પૂરીઓ પીરસવામાં આવી, તેમજ બધા રસની મેળવણીથી તૈયાર કરેલ ખજુર વગેરે પીરસાયાં.
ત્યાર પછી સુગંધી, ઉજ્જવળ, સુકોમળ તથ સ્નિગ્ધ અને ખંડ કલમશાળી જાતના ચોખા, ખાવાની ઇચ્છા ઉદ્ભવ કરનાર મગ તથા શહેરવાસી લોકોને ખુશ કરવા માટે પીળી તુવેરની દાળ પીરસવામાં આવી, તે સાથે બહુ જ સુગંધી ઘી તથા અઢાર જાતનાં શાક દરેકના ભાણામાં મૂકવામાં આવ્યાં, તે સિવાય જમનારના હાસ્ય જેવા ઉજળા કરંબા પણ પીરસવામાં આવ્યા.
આ પ્રમાણે જાતજાતની જમવાની ચીજોથી બધા સગાવ્હાલાઓ આનંદથી જમ્યા. જમ્યા પછી સર્વને પાન, સોપારી, તાંબૂળ આપવામાં આવ્યું. ત્યાર પછી સગા-વ્હાલા તથા જ્ઞાતિના લોકો ધન્યકુમારનાં વખાણ કરતા કરતા પોતપોતાના ઘેર ગયા.
તે ઉપરાંત બાકી રહેલ દ્રવ્ય ખર્ચીને ધન્યકુમારે પોતાની ભાભીઓ માટે જાતજાતનાં ઘરેણાં કરાવ્યાં. તેમાં હાર, અર્ધહાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org