________________
૧૬
ધન્યકુમાર ચરિત્ર એક સેર, ત્રણ સેર, પાંચ સેર, સાત સેર તથા અઢાર સેરવાળા હાર તથા બીજા કનકાવળી, રત્નાવળી અને મુક્તાવળી વગેરે કેડ, ડોક, કાન, હાથ આદિમાં શોભે તેવાં ઘરેણાંઓ કરાવી તેમને આપ્યાં.
ભાભીઓ બહુ ખુશ થઈને પોતાના દિયર ધન્યકુમારને કહેવા લાગી, ‘દિયરજી ! અમારા પૂર્વના કોઈ પ્રબળ પુણ્યથી જ તમારો જન્મ થયો લાગે છે, વાહ ! કેવી અદ્ભુત તમારા ભાગ્યની રચના છે ! કેવું અદ્ભુત તમારૂં ભાગ્ય છે ! ધનના મૂળ બીજ જેવા વ્યાપારમાં પણ તમારી કુશળતા કેવી છે ? અને બધી બાબતમાં કુશળ હોવા છતાં તમારામાં નમ્રતા કેટલી બધી છે ? અહા ! આટલી નાની વયમાં પણ તમારૂં સર્વ વર્તન એક ઠરેલ માણસને છાજે તેવું છે. દિયરજી ! તમે દીર્ઘાયુષ્યવાળા થાઓ, ખૂબ આનંદ મેળવો, જય પ્રાપ્ત કરો, અમને પાળો, લાંબા વખત સુધી સગા-વ્હાલાને આનંદનું સ્થાન બનો તથા તમારા સારા ચારિત્રથી પોતાના વંશને પવિત્ર કરો.' આ પ્રમાણે ભાભીઓ પોતાના દિયરનાં વખાણ કરવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org