________________
ગુણાનુરાગી અને ગુણીઢષી
પોતાની સ્ત્રીઓથી કરાયેલી ધન્યકુમારની પ્રશંસા સાંભળી ધનદત્ત આદિ વડિલ ભાઈઓ ધન્યકુમારની વિશેષ ઈર્ષ્યા કરવા લાગ્યા. પિતાએ ઈર્ષાયુક્ત તેમનાં વચનો સાંભળીને તેમને બોલાવીને આ પ્રમાણે કહ્યું : “પુત્રો ! ગુણી માણસોના ગુણોની અદેખાઈ કરવી તે ઉત્તમ પુરુષોને યોગ્ય નથી.”
શાસ્ત્રમાં પણ કહ્યું છે, “આગની જ્વાળામાં પોતાના શરીરને હોમી દેવું સારું, પરંતુ ગુણવાન પુરુષોની સહજ પણ અદેખાઈ કરવી તે સારી નહિ.” ભાગ્યહીને પુરુષો પુણ્યશાળી પુરુષની મહત્તારૂપ અગ્નિથી વારંવાર બળતા પોતે તે રસ્તે જવાને અસમર્થ હોવાથી પગલે પગલે સ્કૂલના પામે છે તથા નિંદા કરે છે. જેનાથી આ આખું જગત શોભે છે, તેવા ગુણવાન પુરુષો તો દૂર રહ્યા, પરંતુ જેઓમાં ગુણોની અનુમોદના કરવાની શક્તિ હોય છે, તેવા પુરુષો પણ ત્રણ જગતને વિશે પૂજાય છે. તે માટે ગુણોની અદેખાઈ કરવાથી તો પૂજ્ય હોય તે પણ અપૂજવાને યોગ્ય બને છે અને ગુણોની પ્રશંસા કરનાર તેજ વિનાનો હોવા છતાં પૂજવાને લાયક બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org