________________
૧૮
ધન્યકુમાર ચરિત્ર આ પ્રમાણે ઉત્તમ ગુણોની અનુમોદના કરવાની શિક્ષા આપનારી ધનસાર શેઠની સારી શિખામણ સાંભળીને તે ત્રણે ભાઈઓ સિવાય બધા કુટુંબીઓ આનંદિત બન્યા.
પોતાના પિતા ધનસારની હિતશિક્ષા સાંભળીને તે ધનદત્ત આદિ પુત્રો કહેવા લાગ્યા.
“પિતાજી ! અમારા હૃદયમાં ધન્યકુમાર પર બિલકુલ ઇર્ષ્યા છે જ નહિ, પરંતુ દેવની પણ કોઈ ખોટી પ્રશંસા કરે તો તે અમે સહન કરી શકવાના નહિ, તો પછી મનુષ્યની ખોટી પ્રશંસાનું તો પૂછવું જ શું ? હે પિતાજી ! તમે વારંવાર ધન્યકુમારનાં વખાણ કરો છો, પણ તેણે તો છળપ્રપંચથી લેખ વાંચી લઈને વંચક માણસની માફક લાખ રૂપિયાની કમાણી કરી. આ રીતે મેળવેલ ધન તો કાકતાલીય જેવું ગણાય, આમ કાંઈ નિરંતર ધન મળી શકે નહિ અને વ્યવહાર તથા નીતિથી મેળવેલું ધન તો હંમેશા મળ્યા કરે છે. તેથી આવા ક્વચિત મળે તેવા ધનને ડાહ્યા માણસો પરીક્ષા કરવામાં પ્રમાણભૂત ગણતા નથી.”
આ પ્રમાણે પુત્રોનું યુક્તિપૂર્વકનું બોલવું સાંભળીને ધનસારે ફરી તે ચારે પુત્રોને ચોસઠ ચોસઠ સુવર્ણના ભાષા આપ્યા. ત્રણ જણા તે ધન લઈ અનુક્રમે બજારમાં ગયા અને ધન મેળવવાની ઇચ્છાથી પોતપોતાનું કળાકૌશલ્ય અજમાવી ભાગ્યાનુસાર નફો તોટો કરીને તેઓ ઘેર પાછા આવ્યા. - ધનદત્ત આદિ તે ત્રણેયમાંથી ધનદત્ત તથા ધનદેવ તો બધાયમાંથી બત્રીસ ભાષાથી પણ ઓછો, ને ધનચંદ્ર તો તેટલો જ લાભ કરી આવ્યો, પરંતુ ધન્યકુમારને કોઈ પહોંચી શક્યું નહિ.
પોતાનો વારો આવતાં ધન્યકુમાર ચોસઠ સોનાના ભાષા લઈને વ્યાપાર કરવા માટે નીકળ્યો. કપૂર, સોનું, માણેક અને કાપડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org