________________
૧૯
ગુણાનુરાગી અને ગુણીદ્વેષી વગેરેની બજારોમાં ફરતાં અપશુકન થવાથી તે પાછો ફર્યો અને સહેજવાર ખોટી થઈને શુકન જોતો આગળ ચાલ્યો. ત્યાર બાદ પશુ ખરીદવાની બજારમાં તેને બહુ સારા શુકન થયા, એટલે તે શુકન વધાવી લઈ તે બજારમાં જ ધન્યકુમાર વ્યાપાર માટે ગયો.
ત્યાં શાસ્ત્રમાં કહેલા લક્ષણવાળો એક ઘેટો તેણે જોયો, એટલે સારા લક્ષણવાળા તે ઘેટાને પાંચમાષા સોનું આપીને તેણે ખરીદી લીધો, પછી તે ત્યાંથી આગળ જતો હતો, તેવામાં નગરના રાજાનો પુત્ર એક લાખ રૂપિયાની હોડ કરતો ત્યાં આવી પહોંચ્યો. બીજા પણ ઘેટાની લડાઈના રસિયા પોતપોતાના ઘેટા લઈને આસપાસ ઉભા હતા.
રાજપુત્રની સાથેના માણસે રાજકુમારને કહ્યું, “સ્વામિન્ ! આ સામેથી ધનસાર શ્રેષ્ઠીનો પુત્ર ઘેટો ખરીદીને આવે છે, તેનો બાપ ઘણા પૈસાવાળો છે, તેથી તેને મીઠા શબ્દોથી રીઝવી તેના ઘેટાની સાથે આપણા ઘેટાને શરત કરીને લડાવીએ અને તેની પાસેથી લાખ સોનૈયા મેળવીએ.”
આ પ્રમાણે પરસ્પર વિચાર કરી આગળ જઈ ધન્યકુમારને બોલાવીને રાજકુમારે કહ્યું, “ધન્યકુમાર ! અમારા ઘેટાની સાથે તમારો ઘેટો યુદ્ધ કરવા શક્તિમાન છે, એમ જો તમને લાગતું હોય તો ચાલો, આપણે લાખ સોનૈયાની હોડ કરી પરસ્પર યુદ્ધ કરાવીએ. જો મારો ઘેટો જીતે તો તમારે મને લાખ સોનૈયા આપવા. તમારો ઘેટો જીતે તો મારે તમને લાખ સોનૈયા દેવા. બોલો છે કબૂલ ?' - રાજકુમારનું આ પ્રમાણે બોલવું સાંભળી ધન્યકુમારે વિચાર્યું કે, “જો કે મારો ઘેટો બહારથી દુર્બળ લાગે છે, પરંતુ તે સારા લક્ષણોવાળો હોવાથી જરૂર જીતશે, માટે ચાલો, લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે, ત્યાં વળી મોટું ધોવા ક્યાં જવું ?' આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org