________________
૨૦.
ધન્યકુમાર ચરિત્ર વિચાર કરીને રાજકુમારના ઘેટા સાથે ધન્યકુમારે પોતાના ઘેટાનું યુદ્ધ કરાવ્યું. તેમાં ભાગ્યશાળી ધન્યકુમારના સર્વ લક્ષણયુક્ત ઘેટાના અંતે જય થયો. તેથી લાખ સોનૈયા તેને મળ્યા.
કહ્યું છે કે, “જુગાર, યુદ્ધ, લડાઈ તથા વાદવિવાદમાં હંમેશાં ભાગ્યે જ ફળે છે !”
રાજકુમાર વિચારવા લાગ્યો કે, “ધન્યકુમારના દુર્બળ દેખાતા ઘેટાએ મારા ઘેટાને કેવી રીતે જીત્યો? માટે સારા દેશમાં ઉત્પન્ન થયેલો તથા સર્વ લક્ષણયુક્ત તે ઘેટો જો હું ખરીદી લઉં તો, બીજા ઘણા ઘેટાઓને જીતી લાખો સોનૈયા હું મેળવી શકું.”
આ પ્રમાણે વિચારી તે રાજકુમાર ધન્યકુમારને કહેવા લાગ્યો કે, “તમારો ઘેટો તો અમારે લાયકનો છે, તમારા જેવા મોટા શેઠીઆઓને આ પ્રમાણે પશુ પાળવા એ કાંઈ ઠીક નહીં. વળી ઘેટાની રમત પણ ક્ષત્રિયોને જ શોભે, તમારા જેવા વ્યાપારીઓને શોભે નહિ, માટે આ મેંઢાનું તમને જે મૂલ્ય બેઠું હોય તે લઈને અથવા અમુક નફો લઈને મને તે વેચાતો આપો.'
ધન્યકુમારે રાજકુમારનું કહેવું સાંભળીને વિચાર્યું, “આ મેંઢાનો ખેલ મારા જેવા સમજુ તેમજ વેપારીના પુત્રને યોગ્ય ન ગણાય તે વાત સાચી છે, માટે મારા કહ્યા પ્રમાણે જો મૂલ્ય આપે તો ભલે તેને જ વેચી દઉં.” આમ વિચારી સ્મિતપૂર્વક તેણે કહ્યું, કુમાર ! આ સર્વ લક્ષણવાળો મેંઢો બહુ શોધ કર્યા પછી મને મળ્યો છે, તેમજ મેં તેના ઉપર બહુ ધન ખરચ્યું છે. તે તમને કઈ રીતે આપી દઉં? પરંતુ સ્વામીનું વાક્ય પાછું ફેરવવું તે પણ યોગ્ય નહિ, માટે હું કહું તે કિંમત આપીને આપ સુખેથી લઈ જાઓ ! તમારી પાસેથી વધારે લેવું તે કાંઈ ઠીક નહિ, પણ તમારે જોઈએ છે, તો ફક્ત એક લાખ સોનૈયા આપીને ખુશીથી લઈ જાઓ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org