________________
ગુણાનુરાગી અને ગુણીષી
૨ ૧ રાજકુમારે ધન્યકુમારના કહ્યા મુજબ મૂલ્ય આપી તે ઘેટો ખરીદી લીધો. જ્યારે કોઈ પણ ચીજ વેચવાની હોય છે, ત્યારે વ્યાપારીઓ પોતાની ઈચ્છા પ્રમાણે તેની વધારે કિંમત કરે છે અને ગ્રાહક પોતાની અતિશય ઇચ્છાને લીધે ગરજ હોવાથી ગમે તેટલું દ્રવ્ય આપીને પણ લેવા તૈયાર થઈ જાય છે.
ધન્યકુમાર પોતાને મળેલ નફો લઈને ઘેર ગયો. પહેલાં કરતાં બેવડો લાભ થવાથી તેની કીર્તિ તથા યશ વૃદ્ધિ પામ્યાં. સગા-વહાલા સંતોષપૂર્વક તેની પાસે જઈ તેના વખાણ કરવા લાગ્યા. “ઉગતા સૂર્યને દુનિયા આખી ક્યાં નથી નમતી ? પુણ્યવાનને સર્વત્ર માન મળે છે.”
ધન્યકુમારની સ્તુતિ સાંભળી તેના ત્રણેય વડિલ ભાઈઓનાં મુખ ઇર્ષ્યાથી કાળાં મેશ જેવા થઈ ગયાં. - ઈર્ષ્યાથી બળતા ધનદત્ત, ધનદેવ તથા ધનચંદ્ર એ ત્રણે પોતાના મોટા પુત્રોને પ્રસંગ પામીને ધનસાર ફરી હિતશિક્ષા આપતાં કહેવા લાગ્યા, “હે પુત્રો ! સજ્જનતાના વખાણ કરવા તે અભ્યદયની નિશાની છે અને દુર્જનતા-ઈર્ષ્યા પ્રમુખ તે આપત્તિનું સ્થાન છે, માટે સાચું ખોટું સમજનારા માણસોએ સજ્જનતાનો સ્વીકાર કરવો ઘટે છે. મૂઢ માણસો બીજાનો અભ્યદય જોઈ ન શકવાથી જ લોકમાં અપકીર્તિ પામે છે. ચંદ્રનો દ્રોહ કરનાર રાહુને શું સમજુ લોકો ક્રૂર નથી કહેતા ? આ દુનિયામાં પૈસો મળવો ન મળવો તે તો શુભ કે અશુભ કર્મને આધીન છે. પૈસા મેળવવામાં ઇચ્છા કે પુરુષાર્થ ફળતા નથી. પણ ભાગ્યે જ ફળે છે. માટે આવી રીતે દુઃખી થવાની કોઈ જરૂર નથી.”
“હે પુત્રો ! જેમ ઉંચે ચડેલાં વાદળાની અદેખાઈ કરવા જતા અષ્ટાપદ નામનું પ્રાણી પોતાનાં હાડકાં ભાગે છે, તેમ ઉચ્ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org