________________
૨૨૮
ધન્યકુમાર ચરિત્ર
રત્ન જેવો મણિ જે ગંગાદેવીએ તેમના બ્રહ્મચર્યથી વશ થઇને આપેલ હતો તેમની પાસે હતો.
બીજી પણ અમૂલ્ય વિવિધ ગુણો તથા સ્વભાવવાળી રત્નૌષધિ વગેરે સંખ્યાબંધ વસ્તુઓ તેમની પાસે હતી. અનેક દેશાંતરમાંથી આવેલ રાજાઓને પણ દુર્લભ એવા મણિ રસાયણાદિક ગણત્રી વગરના પાસે હતા. વળી પ્રતિમાસે અને પ્રતિવર્ષે સાર્થવાહ, મોટા શ્રેષ્ઠી અને રાજાદિકો સ્વદેશ પરદેશમાંથી આણેલી વસ્તુઓ કે જે શોધવા જતાં પણ મળે નહિ તેવી વસ્તુઓ હર્ષપૂર્વક લાવીને ધન્યકુમારને ભેટ આપતા હતા તેમજ સ્વજન તથા મિત્રાદિક પાસે પણ પુષ્કળ સંપદા હતી. અતિ ઉત્કૃષ્ટ પુન્યોદયનું આ પ્રત્યક્ષ લક્ષણ હતું.
આવી મહાઋદ્ધિના વિસ્તારવાળા અધિક સત્ત્વવંત ધન્યકુમાર તે સર્વને તૃણતુલ્ય ગણીને વ્રત ગ્રહણ કરવાને ઉદ્યત થઇ ગયા; કારણ કે ‘સત્ત્વવંત પ્રાણીઓ ઉત્તમ અર્થ સાધવામાં ઢીલ કરતા નથી'.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org