________________
૧૯ ધન્ના-શાલિભદ્રજીનો પ્રવજ્યાસ્વીકાર
આ રીતે પ્રવ્રજ્યા સ્વીકારવા ઉજમાળ બનેલા સત્ત્વશાલી ધન્યકુમારે રત્નત્રયીના અર્થની નિર્વિદન સાધના માટે સર્વ તીર્થોમાં અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યો. સાતે ક્ષેત્રમાં ઘણું ધન વાપર્યું. કેટલુંક ધન દીન-હીનના ઉદ્ધારમાં વાપર્યું, કેટલુંક ધન ઉદાર ભાવથી સ્વજનાદિકને આપ્યું, અને હંમેશાં સેવા કરનારાઓને જીવિતપર્યંત આજીવિકા ચાલે તેટલું ધન આપ્યું કે જેથી તેમને કોઈની સેવા કરવાનું રહે નહિ.
કેટલુંક ધન અખંડ યશની પ્રાપ્તિ માટે શાસનની ઉન્નતિમાં આપ્યું, કેટલુંક ધન યાચકોને આપ્યું, કેટલુંક ધન સ્વજ્ઞાતિવાળા જ્ઞાતિજનોના પોષણ માટે વાપર્યું, કેટલુંક ધન રાજાને ભેટ કરીને અવસરોચિત વ્યયની પ્રવૃત્તિ દેખાડવા તથા પ્રમાદી પુરૂષોને જાગૃત કરવા માટે વાપર્યું.
આ પ્રમાણે ઉદારદિલ ધન્યકુમારે ઘણું ધન ધર્મનાં, તેમજ યશનાં કાર્યોમાં વાપર્યું તથા આપ્યું,
બાકીના ધનની યથાયોગ્ય રીતે વ્યવસ્થા કરીને ધન્યકુમાર નિશ્ચિત થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org