________________
૨૪
ધન્યકુમાર ચરિત્ર ધનદત્ત આદિના વક્રોક્તિ ગર્ભિત આવાં વચનો સાંભળીને સહુને પોતપોતાનું ભાગ્ય અજમાવવાને ધનસારે ફરીથી સો સો સોનાના ભાષા આપીને તે બધાયને મોકલ્યા. તેમાંથી ધનદત્ત, ધનદેવ તથા ધનચંદ્ર ત્રણેય વડિલ ભાઈઓ તો પૂર્વભવના ગાઢ લાભાંતરાય કર્મના ઉદયથી સો ભાષાના વ્યાપારમાં મૂળ ધન પણ ગુમાવીને પાછા આવ્યા.
બીજે દિવસે ધન્યકુમાર વ્યાપાર કરવા નીકળ્યો. સોના બજાર તથા બીજા બજારોમાં જતાં ઈષ્ટ વસ્તુની સિદ્ધિ કરે તેવા સારા શુકનો તેને થયા નહિ. તેથી તે આગળ ચાલ્યો. બજાર પસાર કરતાં છેવટે લાકડા બજારમાં દાખલ થતા તેને બહુ સારા શુકન થયા. તે શુકન વધાવી લઈને ધન્યકુમાર તે બજારમાં વ્યાપાર માટે ગયો.
વાત એમ બનેલી કે તે શહેરમાં ધનપ્રિય નામનો શેઠ રહેતો હતો. તે માણસ એટલો કંજૂસ હતો કે દાનના નામથી પણ તે ત્રાસ પામતો, એટલું જ નહિ પણ બીજા દાનેશ્વરી માણસોની પ્રશંસા સાંભળતાં પણ તેને તાવ ચડી આવતો. તેની પાસે વિપુલ ધન હોવા છતાં તે લોભીનો સરદાર, જરીપુરાણું, હજાર ઠેકાણે ચીરાઈ ગયેલું તથા નોકર માણસની માફક બીજાનું ઉતરેલું વસ્ત્ર પહેરતો. ન તો તે કોઈ દિવસ પેટ ભરીને જમતો કે ન તો વધારે પાણી વપરાઈ જવાની બીકે પૂરા પાણીથી સ્નાન કરતો. ચણા, મમરા, વાલ, ચોળા વગેરે માલ વિનાની તથા સોંઘી વસ્તુ તે ખાતો.
અનર્ગળ લક્ષ્મીવાળો છતાં તેલથી મિશ્રિત ભોજન ખાનાર તે ઘરના માણસોના કોળીઆ પણ ધ્યાનપૂર્વક ગણતો, પાનને ઠેકાણે બાવળની છાલ ચાવતો, ગૃહસ્થ છતાં તપસ્વીની માફક કંદ, ફળ તથા મૂળનો આહાર કરતો. પૈસા વાપરવા પડવાનાં ભયે દેહરે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org