________________
૨ પ
મહામૂલ્ય પલંગ ઉપાશ્રયે પણ જતો નહિ. ભૂલેચૂકે પણ ગાયન, નાચ અથવા સંગીત તરફ આસક્તિ રાખતો નહિ. ઘાસ તથા લાકડા ખરીદવામાં પૈસા ખરચવા ન પડે તેટલા માટે તે લોભી રાત્રીના લંગોટી મારીને જંગલમાં રખડી ઘાસ લાકડાં ભેગાં કરતો. ભિક્ષા આપવાના સમયે ભિખારીને જોતાં જ ઘરનાં બારણાંને આગળિયો ચડાવી દેતો. કદાચ બારણું ઉઘાડું રહી જવાથી ભૂલેચૂકે કોઈ ભિક્ષુક આવી ચડતો તો તેને દાનને ઠેકાણે ગાળો દઈ, ગળેથી પકડીને કાઢી મૂકતો.
ખરેખર ! આ તો આશ્ચર્ય જેવી જ વાત છે કે તે કૃપણ શિરોમણિ ઘેર આવનારને પાંચ વસ્તુ (માર, ગાળ, ધમકી, ગળહથ્થો ને પાટુ) આપતો હતો. છતાં પણ લોકો તેને લોભી તથા મહાકૃપણ ગણતા. પરંતુ પુણ્ય સિવાય યશ કાંઈ મળે ખરો? કદાચ સગાવહાલાની શરમે એકાદ કોડી પણ વાપરવી પડતી, તો તેને ઉગ્ર જ્વર ચડી આવતો. વધારે તો શું ? પણ તેના દેખતાં બીજો કોઈ દાન દે તો પણ તેના મસ્તકમાં ભારે પીડા થઈ આવતી. પોતાનું ઘર તો દૂર રહ્યું પણ બીજા કોઈના ઘેર પણ લગ્ન પ્રસંગે જો તે મિષ્ટાન્ન ખાતો તો રોગી માણસની માફક તે ગુણથી ઉણ પણ ધનથી પૂરા શેઠના પેટમાં દુઃખવા આવતું. ફૂલની માળા તથા ચંદનાદિ કાષ્ટના ઉપભોગને તે રોગની માફક પોતાથી દૂર જ રાખતો. આ દોષથી સગાવહાલાં તથા કુટુંબના માણસોએ ચંડાળના કૂવાની માફક તેની સાથેનો સંગ તથા વાત કરવાનું જ છોડી દીધું હતું.
એક દિવસ તે ધનપ્રિયે વિચાર કર્યો. “મારા છોકરાઓ હવે જુવાન થયા છે, તેથી લાગ મળતાં તે ધન લઈ લેશે.” આમ વિચારી પોતાના ધનમાંથી તેણે મહામૂલ્ય રત્નો ખરીદ કર્યા. પછી એક મોટો પલંગ બનાવી તેના ચાર પાયા અને ઇસ તથા ઉપનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org