________________
૨૬
ધન્યકુમાર ચરિત્ર કરાવી તેમાં દરેક સ્થાને છૂપી રીતે તેણે તે અમૂલ્ય રત્નો ભર્યા. પછી તેની ઉપર લાકડાની ડગળીઓ મારી દઈ, લેપ કરી રત્નો જોઈ ન શકાય તેમ બધું સજ્જડ કરી દીધું.
કોઈને છૂપાયેલાં રત્નોની ખબર ન પડે તેવો પલંગ તેણે તૈયાર કર્યો. તેની ઉપર તે આખો દિવસ જાણે આસક્ત હોય, તેમ પડ્યો અને પાથર્યો રહે અને તેણે કોઈને ઘેર જવાનું બંધ કરી દીધું. પોતાનું ભોજન પણ તે ઘેર ખાટલા પર જ કરતો. મહાલોભી ધનપ્રિય પેલા ખાટલાને એક ઘડી પણ રેઢો મૂકતો નહિ. રાત-દિવસ તેના ઉપર બેસીને તે તેની ચોકી જ કર્યા કરતો.
લોભી માણસ આસક્તિને લીધે ધનને પોતાના પ્રાણથી પણ વધારે ગણે છે. પણ તે અજ્ઞાન આત્મા સમજતો નથી કે, “સારી રીતે સાચવતાં પણ લક્ષ્મી કોઈની સાથે ગઈ નથી, તેમ જવાની પણ નથી. મૃત્યુ પછી કોઈ વસ્તુ કોઈની સાથે ગઈ છે ખરી ?
શરીરથી વૃદ્ધ થયેલો તે ધનપ્રિય અનુક્રમે અંતિમ અવસ્થાએ પહોંચવા છતાં લોભીના સરદારે લોભ છોડ્યો નહિ. તેને એક વખત ઉગ્ર રોગ થઈ આવ્યો. જવરથી પીડાતાં છતાં પૈસા ખરચવા પડશે, તે ચિંતાથી કોઈ પણ પ્રકારનું ઔષધ તે કરતો નહિ. શરીરે પીડાતાં તે લોભીને મૃત્યુ સમયે પુત્રોએ પૂછયું, પિતાજી! ધન ક્યાં છે ? જો કોઈ ધર્મસ્થાનમાં વાવશો તો બીજા ભવમાં તેનું કાંઈક તો ફળ મળશે અને સુકૃતનું ભાથું બંધાશે.”
આવા સમયે પણ તે મહાલોભી ધનપ્રિય પોતાના પુત્રોને કહેવા લાગ્યો કે, “પુત્રો ! શુભ કાર્યોમાં મેં પહેલાં હજારો રૂપિયા વાપર્યા છે. તેથી મને મારા માટે હવે પરભવ સારૂ કશું જ દાન દેવાની જરૂર નથી. ફક્ત હમણાં હું એક જ ભાતું તમારી પાસે માગું છું અને તે તમારે મને આપવું જોઈશે.” પુત્રોએ તે પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org