________________
શતાનિકના રાજકારે
૧૨૯ લીધે તમારે અહીં આવવું પડ્યું ? આ બધો તમારો વૃત્તાંત જેવો બન્યો હોય તેવો સાચો કહી સંભળાવો.' મંત્રીઓએ આમ પૂછવાથી આંખમાં અશ્રુ લાવીને તે ધનશ્રી આદિ સ્ત્રીઓએ મૂળથી તેઓની આગળ પોતાના કુળાદિકનો સર્વ વૃત્તાંત તળાવ ખોદવા સુધીનો વિસ્તારથી કહી સંભળાવ્યો. બુદ્ધિકુશળ અને વસ્તુગ્રાહી મંત્રીઓ તેમની કહેલી વાત સાંભળીને વસ્તુતત્ત્વ બધું સમજી ગયા અને વિસ્મયતાથી તથા સ્મિતપૂર્વક એકબીજા સામું જોતાં તેઓ વિચાર કરીને બોલ્યા, “અરે, આ બાઈઓનો ધન્ય નામનો અતિ ભાગ્યશાળી દિયર કોણ તેને અમે ઓળખ્યો, ઉપરની કહેલી હકીકત ઉપરથી તો ધન્યકુમાર જ તેમના દિયર છે, તેવું રહસ્ય પ્રાપ્ત થાય છે. બુદ્ધિશાળી એવા તે ધન્યકુમારે છાશ તથા અન્ય વસ્તુઓ આપવા વડે માયા કરીને પહેલા પોતાની પત્નીને ઘરમાં રાખી, ત્યાર બાદ પોતાના પિતા, માતા તથા ભાઈઓને ઘરમાં રાખ્યા અને આ સ્ત્રીઓને ઘરમાં ન રાખી તેનું કારણ એમ જણાય છે કે તેમની પત્નીને ખરાબ વચનો તથા ખોટાં મેણાં તથા ખોટાં આળ વગેરે આપીને આ સ્ત્રીઓએ તેમની પત્ની વિરૂદ્ધ પ્રતિકૂળતા બતાવી હશે, તેથી આ સ્ત્રીઓને શિક્ષા કરવા માટે મહેલમાં દાખલ થવા દીધી નથી.”
મંત્રીઓએ આ રીતે યોગ્ય વિચાર કરીને તે સ્ત્રીઓને કહ્યું કે, “તમે કહેલ ભાગ્યના નિધાનરૂપ તમારા દિયર ધન્યકુમારને ઓળખવાનું કાંઈ ખાસ લક્ષણ છે કે જેનાથી તે સત્વર ઓળખી શકાય.” શતાનિક રાજાના મંત્રીઓનાં આ કથનને સાંભળીને ક્રોધ છોડી ધીરજ ધારણ કરીને શાંત અંતઃકરણથી તે સ્ત્રીઓ બોલી, અમારા દિયરને ઓળખવાનું એક મોટું ચિહ્ન છે, તે એ કે તેના બંને પગો ઉપર અત્યંત દેદીપ્યમાન સૂર્ય જેવા ચળકાટવાળું પદ્મનું નિશાન છે, તેથી આ અમારા દિયર તરત જ ઓળખાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org