________________
૧૨૨
ધન્યકુમાર ચરિત્ર જોઈ. તે રાજ્યદ્વાર પાસે આવી અને ધન્યકુમારને ગોખમાં બેઠેલા જોઈને વિષાદપૂર્વક મનમાં તે બોલવા લાગી, “રે દૂર કર્મના કરનાર ! જો પવિત્ર આચારવાળી મારી પુત્રવધૂને તું છોડી દેતો નથી, તો જા તેની સાથે તું પણ ખાડામાં જઈને પડ. રૂષ્ટમાન કે તુષ્ટમાન થયેલો તું શું કરવાનો હતો ? પણ મારા વૃદ્ધ ઉંમરના પતિને પાછો આપ. તે સ્ત્રીની પાછળ તો ધૂળ ખાઈને તું પણ મરણ પામજે ને જેણે કુળની લાજ મૂકી તે પુત્રવધૂનું મારે કાંઈ કામ નથી. તમારૂં કરેલું પાપ તમે જ ભોગવશો.'
આવા અત્યંત વિષાદયુક્ત વચનોને બોલતી પોતાની માતાને ધન્યકુમારે પહેલાંની માફક સેવકોને આદેશ કરીને તેને ઘરમાં બોલાવરાવી અને પાછળ પોતે જઈને માતાના ચરણયુગલને પ્રણામ કરીને પોતાની ઓળખાણ આપી. તે પણ પોતાના પુત્ર ધન્યકુમારને ઓળખીને અંતઃકરણમાં અતિશય આનંદ પામી. ધન્યકુમારે બહુમાનપૂર્વક પોતાના માતાપિતાનાં અંગ અને વસ્ત્રાદિકની શુદ્ધિ કરાવી, તેમની સારી રીતે ભક્તિ કરીને તેમને ઘરમાં બહુમાનપૂર્વક રાખ્યાં.
ફરી ધન્યકુમાર ગોખમાં જઈને બેઠા.
તે વખતે તેઓના ધનસાર આદિ ત્રણે ભાઈઓ મા-બાપની તપાસ કરવા અને શુદ્ધિ મેળવવા ત્યાં આવ્યા. આયુષ્યમાન ધન્યકુમારે આમતેમ ભટકતા તેઓને જોઈને સેવકો દ્વારા આવાસમાં બોલાવરાવ્યા અને પોતે પણ તેમની પાસે જઈને નમસ્કાર કર્યા. ત્યાર પછી વસ્ત્ર, આભરણ અને તાંબૂલાદિકથી તેમનો સત્કાર કરીને સગુણને શરીરની અંદર દાખલ કરે તેવી રીતે પોતાના આવાસના અંદરના ભાગમાં તેમને ધન્યકુમાર લઈ ગયા અને આનંદિત કર્યા. ત્યાર પછી કેટલોક સમય વીત્યો એટલે તે ત્રણે ભાઈઓની ધનશ્રી આદિ સ્ત્રીઓ, સાસુ, સસરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org