________________
શતાનિકના રાજદ્વારે
૧૨૩
તથા પોતાના સ્વામીની તપાસ કરવા આવી અને ધન્યકુમારે દૂરથી તેમને આવતી જોઈ.
તેઓને જોઈને ધન્યકુમારે વિચાર કર્યો કે, ત્રણે મારી ભાભીઓએ અતિ શુદ્ધ અને પવિત્ર એવી મારી પત્નીને ખોટાં દૂષણો આપી નિંદા કરી તેને હેરાન કરી છે, ઘણાં માઠાં વચનો સંભળાવ્યાં છે અને તેની હીલના કરીને હલકી પાડી છે, તેથી એમને થોડીક શિક્ષા કરૂં તો ઠીક.' આમ વિચાર કરી ભ્રકુટીની સંજ્ઞા વડે દ્વારમાં ઉભેલા દ્વારપાલોને આદેશ કર્યો અને રાજ્યદ્વારમાં પ્રવેશ કરતી તે ત્રણેયને અટકાવી. પર્વતોએ અટકાવેલું નદીનું પાણી જેમ ચારે તરફ છૂટું થઈને વિખરાઈ જાય છે. તેવી રીતે તે સ્ત્રીઓ પણ રાજ્યદ્વારની બહાર રહીને આમતેમ ભટકવા લાગી.
આ પ્રમાણે તેઓ આખો દિવસ ભટક્યા કરી, પણ રાજ્યદ્વારમાં તેઓનાથી પ્રવેશ થઈ શક્યો નહિ. ધન્યકુમાર દૂરથી જ તેમને જોતાં દરવાજો સંભાળનારા દ્વારપાલોને તેઓને નહિ પ્રવેશ કરવા દેવાની સંજ્ઞા કરીને આવાસની અંદરના ભાગમાં ગયા. સાંજ થઈ ત્યારે નિરાશ થઈને દુઃખી થયેલી તેઓ શોકાર્ત થઈ વિષાદ પામીને પોતાની ઝુંપડીએ જઈ વિલાપ કરવા લાગી કે, ‘હે પૃથ્વીમાતા ! અમારો નાશ થાય તે માટે તું અમને જગ્યા આપ, આ જગ્યામાં દુ:ખદાવાનળથી વિવશ થયેલી અમે ખાડામાં પડીને મરણ પામીએ. હવે અમારો અબળાનો કોઈ પણ આધાર નથી કે જેના આશ્રયે રહીને અમે જીવીએ.' આમ વિલાપ કરતી આમ તેમ પડતી આખડતી અનેક માઠાં વિકલ્પોથી પોતાનાં અંતઃકરણને કલુષિત કરતી અતિ દુઃખી એવી તેઓએ તે રાત્રી સેંકડો રાત્રીની જેમ કષ્ટથી પસાર કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org