________________
૧૨૪
ધન્યકુમાર ચરિત્ર કોઈ રીતે સવાર થતાં તેઓ પરસ્પર વિચાર કરવા લાગી કે, “હવે આપણે કુળની લાજ ત્યજીને કૌશાંબીના રાજા પાસે તેની સભામાં જઈને પોકાર કરીએ, કારણ કે, “દુર્બળ અને અનાથ સર્વેનું આશ્રય સ્થાન રાજા છે. આ રીતે વિચાર કરી લજ્જાને ત્યજીને શતાનિક રાજાની સભામાં તેઓ ગઈ, કારણ કે મહાન વિપત્તિના સમયે સ્ત્રીઓમાં ધીરજ કેવી રીતે રહે ? સભામાં આવેલી અને પોકાર કરતી સ્ત્રીઓને રાજાએ જોઈ, તેથી ભૂફટીની સંજ્ઞા વડે તેણે સભાજનોને પૂછ્યું, “આ સ્ત્રીઓ કયા દુઃખના કારણે પોકાર કરે છે ? તેમનું દુઃખ તેમને પૂછીને તેનું રહસ્ય નિવેદન કરો.”
રાજાની આજ્ઞા થવાથી સભાજનો તેઓને પાસે જઈને તે ધનશ્રી આદિને પૂછવા લાગ્યા, ‘તમારે શું દુઃખ છે ? કાંઈ મોટું દુઃખ હોવું જોઈએ, નહિ તો જેનો પતિ હોય તેવી સ્ત્રીઓ રાજ્યારે કોઈ દિવસ આવતી નથી, તમારા સ્વામી તો જીવતા છે, છતાં તમને તેવું શું મોટું દુઃખ આવી પડ્યું છે, કે જેથી તમારે આજે રાજદ્વારમાં આવવું પડ્યું ? તમારું જે કાંઈ દુઃખ હોય તે વિસ્તારથી અમને જણાવો. તમારા દુ:ખની હકીકત સાંભળીને અમે તે વાત શતાનિક રાજાને જણાવીશું અને તેઓ તમારા દુઃખનું નિવારણ કરશે. અમારા સ્વામી પરદુઃખભંજન અને તેવા કાર્યમાં રસિક છે.” સભ્યજનોના આવા શબ્દો સાંભળીને તેઓ બોલી, “અરે ! અમે પરદેશી છીએ, પહેલાં અમારા ઘરમાં અતુલ ને અખંડ સુખ હતું, દૈવે અમારી આવી માઠી સ્થિતિ કરી નાંખી, અમે દુઃખમાં આવી ચડ્યાં, કારણ કે કર્મની ગતિ અકથ્ય છે. અમારા સસરા સાથે અમારા ગામમાંથી આઠ માણસો વ્યાપાર માટે નીકળ્યા હતા. બધે ફરતાં ભટકતાં ‘વત્સદેશના રાજા પ્રજાને પુત્રની જેમ પાળે છે. વળી જેઓ નિર્ધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org