________________
શતાનિકના રાજકારે
૧૨૧ ધનસાર શ્રેષ્ઠી ધન્યકુમારના રાજભવનમાં ગયો અને ગોખમાં બેઠેલા ધન્યકુમાર પાસે જઈને મોટે સ્વરે કહેવા લાગ્યો કે, “હે મહાભાગ્યશાળી હે રાજન્ ! મારી પુત્રવધૂને છોડી દો, મારી પુત્રવધૂને તમે શા કારણથી રોકી રાખી છે? આપ આવા સમર્થ છો, છતાં અમારા જેવા રાંકને શા માટે આમ દુઃખ દો છો ?'
આમ ભયની દરકાર કર્યા વગર નિઃશંકપણે તે પોતાની પુત્રવધૂને યાચે છે, તેવામાં ધન્યકુમાર પોતાની ભૃકુટીની સંજ્ઞાથી સેવકોને કહેવા લાગ્યા, “આ વૃદ્ધ પુરુષ શું માગે છે ? તે જે કાંઈ માગે તે ઘરમાં લઈ જઈને તેને આપો.'
તે સાંભળી સેવકો બોલ્યા, “રે વૃદ્ધ, ઘરમાં ચાલો. અમે તમને તમારી પુત્રવધૂ ત્યાં આપીશું.” આ પ્રમાણે કહીને ધનસારને ઘરની અંદર લઈ ગયા, ધન્યકુમાર પણ પાછળ તરત જ ઘરમાં આવ્યા અને એકદમ પિતાને નમસ્કાર કર્યો, નમસ્કાર કરીને મસ્તક ઉપર હાથ જોડીને બોલ્યા, “આપ પૂજ્ય પિતાશ્રીએ બાળકના ચપળતારૂપ અવગુણોની ક્ષમા કરવી.” અમૃત તુલ્ય, ધન્યકુમારની વાત સાંભળીને પુત્રદર્શનથી અકલ્પિત એવો મનોરથ અચાનક ફળવાથી, આનંદના ઉભરાથી જાણે કે દબાઈ ગયો હોય તેવો ધનસાર આનંદથી પૂર્ણ દેખાવા લાગ્યો.
આ વાત સત્ય કહી છે કે, “સમુદ્ર પૂર્ણચંદ્રના દર્શનથી કેમ ઉભરાઈ ન જાય ? ઉભરાય જ. ત્યાર પછી બહુમાન અને ભક્તિપૂર્વક સર્વ દુઃખથી રહિત થયેલા પોતાના પિતાને ઘરની અંદર લઈ જઈને ત્યાં તેમને બેસાડીને ફરીથી પાછા આવીને ગોખમાં બેઠા અને આમ તેમ જોવા લાગ્યા.”
તેટલામાં દુઃખના ક્લેશથી તપ્ત થયેલી અને થાકી ગયેલી પોતાની માતા શીલવતીને પતિને શોધવા માટે આવતી ધન્યકુમારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org