________________
ધન્યકુમાર ચરિત્ર આવી તિરસ્કાર ગર્ભિત વાણી સાંભળીને ઇંગિત આકારથી આ બાબત ધન્યકુમારને ‘અરૂચિકર' છે, તેમ જાણીને તે સર્વે ભયભીત થયા અને ખુશામતનાં વચનો બોલીને તે ધીમે ધીમે ઉઠીને રાજ્યદ્વારની બહાર નીકળી ગયા. ધનસાર પણ તેમની સાથે બહાર આવ્યો અને તેઓના અગ્રેસરને કહેવા લાગ્યો કે, ‘તમે સર્વે તો ઉઠી ઉઠીને તમારા ઘર તરફ ચાલવા માંડ્યા, પણ હવે મારા કાર્યનું શું ?'
૧૨૦
તે સમયે તે બધા ધનસાર તરફ ક્રોધપૂર્વક જોઈને ઉત્તર દેવા લાગ્યા, ‘અરે પહેલાં તેં જ સ્વયમેવ તારૂં કાર્ય બગાડ્યું અને હવે અમારી પાસે શું પોકાર કરવા આવ્યો છે ? જેવું તેં કામ કર્યુ તેવું કાર્ય કોઈ મૂર્ખ પણ કરે નહિ, કારણ કે હંમેશાં તેં તારી રૂપવંતી, યુવાન પુત્રવધૂને છાશ લાવવા માટે રાજ્યદરબારમાં શા માટે મોકલી ? મોટા કામ વિના વ્યાપારી પુરુષને પણ રાજ્યદ્વારે જવું યોગ્ય નથી. સ્ત્રીને તો રાજ્યદ્વારે સર્વથા જવું અયુક્ત જ છે, તે શું તું નહોતો જાણતો ? શું તારે માટે અમે પણ સંકટમાં પડીએ ? તો પણ જે અમારાથી થઈ શકે તેવું હતું તે તો અમે કર્યું. રાજાએ તે વાત સ્વીકારી નહિ તેમાં અમે શું કરીએ ? આમાં તારા કર્મનો જ દોષ છે, તેથી હવે અમે કાંઈ જાણતા નથી, તને ધ્યાન પહોંચે, ઠીક લાગે તેમ કર.’ આમ કહીને તે સર્વે પોતપોતાનાં ઘેર ગયા. પારકાને માટે પોતાનાં માથે કોણ ક્લેશ વહોરે ?
તેમના ગયા પછી ધનસાર પણ પાછો વળ્યો અને વિચારવા લાગ્યો કે, ‘હવે જે થવાનું હોય તે થાઓ. એક વખત ધન્યરાજા પાસે જઈને હું જ પુકાર કરૂં. અંતરમાં રહેલાં આંસુઓ બહાર કાઢું, તે કદાચ રોષે ભરાશે તો મને શું કરશે ? તે મને મારવા ઇચ્છે તો ભલે મારી નાંખે, પ્રાયઃ મરી ગયેલ જેવો હું થઈ ગયેલો જ છું, હવે જીવવાથી મારે શું વિશેષ છે ?' આવો છેવટે વિચાર કરીને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org