________________
૧૬૮
ધન્યકુમાર ચરિત્ર અથવા ભાંગ પીને જેમ માણસ અસ્તવ્યસ્ત બોલે તેમ તું ખોટું બોલે છે? કારણ કે તે કહેલ લક્ષ્મીપુર નગરની કુબેરપોળનો હું જ અગ્રેસર છું. મારા જેટલું ધન તથા વ્યાપારાદિથી યુક્ત મારા સરખી ધુરાને ધારણ કરનાર આખા નગરમાં પણ બીજો કોઈ નથી, તો પછી તે પોળમાં તો ક્યાંથી જ હોય ? અમુક કાર્ય પ્રસંગે કેટલાય દિવસો થયા હું અહીં આવ્યો છું. તો મને આવ્યાને થોડા દિવસો થયા, તેટલામાં તે કહેલી વાત કેવી રીતે સંભવે ?'
આમ સાંભળીને તે યાચક બોલ્યો, “શું કરવા નકામો વિવાદ કરો છો ? અમે યાચકો તો હંમેશાં સાચુ જ બોલનારા હોઈએ. જેવું જોઈએ તેવું જ બોલનારા છીએ. હૃદયમાં કાંઈ અને મુખમાં કાંઈ તેમ ભિન્ન આશયથી વર્તવું અને બોલવું તે ગુણ તો વિધાતાએ તમારી જ જાતિને આપેલો ને, જો તમને મારી વાત સાચી ન લાગતી હોય તો ત્યાં જઈને જુઓ, એટલે સર્વ જણાશે.” પરંતુ નગરમાં ભમતાં મેં એમ પણ સાંભળ્યું હતું કે, “આ ધનકર્મા પહેલાં તો બહુ જ કૃપણ હતો અને હમણાં તો દાનગુણ વડે તેના જેવો કોઈપણ જણાતો નથી. તેથી તે શ્રેષ્ઠી ! મેં જે સર્વે કહ્યું છે, તે સાચું જ જાણજો. અસત્ય બોલવાથી મને શો લાભ છે ? મેં તો જેવું દેખ્યું છે, તેવું જ કહ્યું છે, તેમાં સંદેહ કરવા જેવો નથી, મેં કહ્યું તેથી ન્યૂનાધિક હું કાંઈ પણ જાણતો નથી, તમારું કલ્યાણ થાઓ. હું હવે જાઉં છું. આમ કહીને તે યાચક ચાલતો થયો.
શ્રેષ્ઠી ધનકર્મી ઉપરની બધી વાત સાંભળીને વિચાર કરવા લાગ્યો, “આ બધી વાત તો અસંભવિત ઉત્પાત જેવી છે. કોઈ રીતે સંભવી શકે તેવી નથી, વળી કેવળ અસત્ય હોય તેમ પણ જણાતું નથી. કાંઈક વધતી ઓછી કદાચ હશે, પણ મૂળથી અસત્ય હોય તેમ લાગતું નથી, તેથી હવે હું તાકીદે જાઉં. અહીંનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org