________________
८८
ધન્યકુમાર ચરિત્ર
રાખ્યો હતો, તે દૂર કરવામાં આવ્યો, કે તરત જ ફળોનો ઢગલો જેમ વાંદરા ખાઈ જાય તેમ ક્ષણમાત્રમાં તે પક્ષીઓ બધા ચોખાનું ભક્ષણ કરી ગયા, એટલે ધન્યકુમારે કહ્યું, ‘મહારાજ ! જેવી રીતે આ ચોખાનું આ મણિએ પક્ષીઓથી રક્ષણ કર્યું, તેવી જ રીતે જેની પાસે આ મણિ હોય તેનું શત્રુ, વ્યાધિ, ઉપદ્રવ, ભૂત, પ્રેત તથા અન્ય અનેક તુચ્છ ઉત્પાતોથી અવશ્ય રક્ષણ થાય છે. તે હકીકતની આ દૃષ્ટાંતથી પ્રત્યક્ષ પ્રતીતિ મળે છે.'
શતાનિક રાજા આ સાંભળીને અને આ અદ્ભુત પ્રયોગ પ્રત્યક્ષ જોઈને ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્યો અને સમસ્ત લોકોની સમક્ષ મણિનો પ્રભાવ અને ધન્યકુમારની પરીક્ષા કરવાની કુશળતાનું વર્ણન કરવા લાગ્યો. અતિ રંજિત ચિત્તવાળા તે રાજાએ સૌભાગ્યમંજરી નામની પોતાની કન્યા ધન્યકુમારને આપી અને વિવાહ કરવા માટે વેવિશાળ નિમિત્તનું તિલક કર્યું, ત્યારબાદ ઉત્તમ દિવસ અને મુહૂર્તો મોટા મહોત્સવપૂર્વક પોતાની પુત્રીનું ધન્યકુમાર સાથે કૌશાંબીના રાજા શતાનિકે પાણિગ્રહણ કરાવ્યું અને હસ્તમેળાપક વખતે પાંચસો ગામો, અશ્વો અને હાથીઓ આપ્યા.
શ્વસુરગૃહમાં વાસ કરવો તે અયુક્ત છે' એમ વિચારીને ધન્યકુમારે કૌશાંબીથી બહુ દૂર નહિ એવા નજીકના સ્થળ ઉપર ધન્યપુર નામનું એક શાખાગ્રામ (પરું) વસાવ્યું અને ત્યાં પોતાનો નિવાસ કર્યો. ધન્યપુર ગામ બહુ સુંદ૨ દુકાનોની શ્રેણીથી મનોહર બનાવ્યું હતું. અતિ ઉંચા અને જુદા જુદા પ્રકારના ગોખના સમૂહથી શોભતા ઘરની શ્રેણીઓથી તે દેદીપ્યમાન બનાવવામાં આવ્યું હતું. જોતાં જ દૃષ્ટિને આકર્ષણ કરે તેવું તે મનોહર હતું. આ ધન્ધપુરમાં આવીને ઘણા દેશી અને વિદેશી વ્યાપારીઓએ આનંદથી વિલાસ કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org