________________
ધન્યકુમાર કૌશાંબી નગરીમાં તે માણસની હસ્તીઓ જેમ સિંહનો પરાભવ કરી શકતા નથી તેવી રીતે શત્રુઓ પરાભવ કરી શકતા નથી. વળી આ મણિ જે નગરમાં બિરાજતો હોય તે નગરમાં જેવી રીતે સારા રાજાના રાજ્યમાં અનીતિઓનો સંભવ રહેતો નથી તેવી જ રીતે
અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે કોઈપણ જાતના ઉપદ્રવો તેના રાજયમાં ઉદ્ભવતા નથી, જે પર્વત ઉપર વરસાદ પડતો હોય તે પર્વતને દાવાનળની ધાસ્તી હોતી નથી, તેવી જ રીતે આ મણિ જે પુરુષે પોતાના હાથે બાંધેલ હોય તે માણસને કુષ્ઠાદિક વ્યાધિઓ પરાભવ કરી શકતા નથી. વળી સૂર્યનો ઉદય થતાં અંધકાર જેમ ટકતો નથી, નાસી જાય છે. તેવી જ રીતે આ મણિ જેના કંઠમાં બાંધેલ હોય તેને ભૂત-પ્રેતાદિક કોઈ પણ તુચ્છ દેવના ઉત્પાતો થઈ શકતા નથી. હે સ્વામિન્ ! જો કદી મારા કહેવામાં આપને વિશ્વાસ આવતો ન હોય તો એક થાળ આપ અહીં મંગાવો અને સાથે ચોખા મંગાવીને તે થાળ તેનાથી પરિપૂર્ણ ભરાવો. એટલે હું તેની પ્રત્યક્ષ ખાતરી કરી આપું.'
ધન્યકુમારે કહેલી આ હકીકત સાંભળીને રાજાએ તરત જ નોકરને એક થાળ લાવવાનો આદેશ કર્યો, એટલે સેવકો ચોખાથી ભરેલો એક થાળ સભામાં લઈ આવ્યા. પછી ધન્યકુમાર બોલ્યો, ચોખાને ખાનારા પક્ષીઓને હવે છોડી મૂકો.” તે રાજાની આજ્ઞાથી સેવકોએ પક્ષીઓને છોડી મૂક્યા. ધન્યકુમારે તે ચોખાના ઢગલા ઉપર તે મણિને રખાવ્યો તથા અતિ ચપળ એવા પણ સમુદ્રનાં કલ્લોલો જેમ દ્વીપની આસપાસ ફર્યા કરે, તેમ તે પક્ષીઓ તે થાળની આસપાસ ભમવા લાગ્યા. પણ મણિના પ્રભાવથી તે થાળને સ્પર્શવાને જરા પણ સમર્થ થયા નહિ.
થોડા સમય સુધી આ પ્રમાણેનું આશ્ચર્ય બતાવ્યા પછી ધન્યકુમારના આદેશથી ચોખાથી ભરેલા થાળ ઉપર જે મણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org