________________
૮૬
ધન્યકુમાર ચરિત્ર શતાનિકે તે બધા મણિપરીક્ષકોને તે મણિના ગુણો પૂછયા, પણ તેવા પ્રકારના શાસ્ત્રજ્ઞાનના અભાવથી મણિના સ્પષ્ટ ગુણો તેઓમાંથી ત્યાં તે સમયે કોઈ કહી શક્યું નહિ. આમ થવાથી રાજાએ નોકરો દ્વારા એવો પડહ વગડાવ્યો, “નિપુણ પુરુષોમાં અગ્રેસર એવો જે કોઈ પુરુષ આ શ્રેષ્ઠ મણિના પ્રત્યક્ષ અને પરોક્ષ જે કાંઈ ગુણો હોય તે પ્રગટ કરશે, તેને સત્ય પ્રતિજ્ઞાવાળો રાજા પાંચસો ગામ, પાંચસો હાથી અને પાંચસો અશ્વો આપશે અને પોતાની સૌભાગ્યમંજરી નામની પુત્રી પરણાવશે.”
રાજાની આ આજ્ઞા થવાથી દરેક મોટા રસ્તા અને માર્ગો ઉપર પરીક્ષકને શોધવા માટે ઉપરોક્ત પડહ વગાડતા રાજાના માણસો ભમવા લાગ્યા. તે સમયે ધન્યકુમાર કૌશાંબીમાં પ્રવેશ કરતો હતો. પડદના વગાડનારાઓના પડતને સાંભળીને ધન્યકુમાર તેઓની પાસે આવીને બોલ્યો, “હે પડહ વગાડનારાઓ! હવે તમે પડહ વગાડશો નહિ. હું રાજસભામાં જઈને મણિના ગુણોને પ્રગટ કરીશ. આ રીતે પડહ વગાડતો અટકાવીને પરીક્ષકોમાં શિરોમણિ ધન્યકુમાર પડહવાદકોની સાથે શતાનિક રાજાની સભામાં આવ્યો અને રાજાને નમીને યથાયોગ્ય સ્થાને તે બેઠો.' - શતાનિક મહારાજા પણ તેનું સૌભાગ્ય, કાંતિ, રૂપ અને સુંદર આકાર વગેરે જોઈને બહુમાનપૂર્વક કુશળક્ષેમ પૂછીને તેને કહેવા લાગ્યો, “હે બુદ્ધિના ભંડાર ! આ રત્નની પરીક્ષા કરો અને તેના જે ગુણો હોય તે સ્પષ્ટ બતાવો.” રાજાનો આદેશ મળવાથી ધન્યકુમાર તે મણિને હાથમાં લઈને શાસ્ત્રાભ્યાસ વડે રત્ન પરીક્ષામાં કુશળ થયેલ હોવાથી તેના ગુણો જાણીને વિનયપૂર્વક રાજાને કહેવા લાગ્યો, “મહારાજ ! ચિત્તમાં વિસ્મય કરાવે તેવો આ મણિનો પ્રભાવ છે, હું આપને તે કહી સંભળાવું છું. હે સ્વામિન્ ! આ મણિને જે કોઈ માણસ મસ્તક ઉપર ધારણ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org