________________
ધન્યકુમાર કૌશાંબી નગરીમાં શ્રેષ્ઠીજનને પણ જણાવ્યા વગર ગુપ્ત રીતે કોઈ અવસર મળી ગયો ત્યારે ઘર તથા રાજગૃહી નગરીને છોડીને ધન્યકુમાર નગરીની બહાર નીકળી ગયો.
રસ્તે ચાલતાં પણ તે પુણ્યશાળી ધન્યકુમારને ચિંતામણિ રત્નના પ્રભાવથી પોતાના ઘરની જેમ સર્વત્ર ઇચ્છિત સુખ પ્રાપ્ત થવા લાગ્યું. સુખોને ભોગવતો, સુખે સુખે માર્ગને લંઘતો અને ઘણા ગ્રામ, નગર, ઉદ્યાનાદિકને જોતો, જેવી રીતે ભવ્ય જીવ તિર્યંચ ગતિના ભવો પૂર્ણ કરીને મનુષ્યગતિ પામે તેવી રીતે અનુક્રમે ભાગ્યશાલી ધન્યકુમાર કૌશાંબી નગરીમાં આવ્યો.
કૌશાંબી નગરીમાં સમસ્ત ક્ષત્રિયોમાં શિરોરત્ન જેવો શતાનિક નામે રાજા રાજ્ય કરતો હતો. જેના અતિશય શૌર્યના બળથી તરવારો તથા અરિવર્ગ નિષ્ફળતા પામી ગયો હતો, એટલે કે અરિવર્ગ શાંત પડી ગયા હતા અને ખોને બહાર નીકળવું પડતું નહોતું. તે શતાનિક રાજાના ભંડારમાં એક સહસ્ત્રકિરણ નામનો અમૂલ્ય મણિ હતો. તે મણિ પરંપરાથી તેના પૂર્વજોના સમયથી કુળદેવતાની માફક હંમેશાં પૂજાયા કરતો હતો.
એક દિવસ તે રાજાને તે મણિની પૂજા કર્યા પછી વિચાર આવ્યો કે, “આ મણિ પરંપરા વડે પૂર્વજોથી પૂજાયા કરે છે. હું પણ યથોક્ત વિધિએ તેની પૂજા કરું , પણ આ મણિનું માહાભ્ય શું છે, તે હું જાણતો નથી.” આમ વિચારતાં તેનું માહાભ્ય જાણવાની શતાનિક રાજાને ઇચ્છા થવાથી તેના સેવકો રત્નની પરીક્ષા કરનારા ઝવેરીઓને બોલાવી લાવ્યા અને તે ઝવેરીઓને રાજાએ પૂછ્યું, “અમારા પૂર્વજોથી ઘણા દ્રવ્ય વડે આ મણિ યથાવિધિ પૂજાતો હતો. તેથી હું પણ તેની હંમેશા પૂજા કરૂં છું, પણ તે મણિના ગુણો શું છે ? તે હું જાણતો નથી, તેથી આના ગુણો જે હોય તે કહો !'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org