________________
ચરિત્ર
ધન્યકુમાર ધન્યકુમારે પિતાને સુખાસનમાં, મોટા ભાઈઓને અશ્વો ઉપર, માતા વગેરેને રથાદિકમાં બેસાડીને મોટા સામૈયા સહિત ઉત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. ચતુરાઈમાં અગ્રેસર પુરુષ ઔચિત્યને કદી પણ ચૂકતા નથી. પિતાને ઘરના નાયક બનાવીને તથા સુંદર અને મનોહર ગામ તેમજ વન, બગીચાઓ ભાઈઓને આપીને ધન્યકુમાર અત્યંત ભક્તિ તથા પ્રીતિ બતાવવા લાગ્યા. જે મનુષ્યોની લક્ષ્મી બંધુઓના ઉપભોગમાં આવે છે, તે જ લક્ષ્મી વખાણવા લાયક છે.
૮૪
આ રીતે સજ્જન શિરોમણિ ધન્યકુમારે પોતાના ધનદેવ આદિ ત્રણે મોટા ભાઈઓને ધનાદિક વડે બહુ રીતે સત્કાર્યા, તો પણ તે દુષ્ટ બુદ્ધિવાળા અને હલકી વૃત્તિવાળા હોવાથી હર્ષને સ્થાને ઇર્ષ્યાને જ ધારણ કરવા લાગ્યા. નીતિશાસ્ત્રમાં કહેલું છે કે, ‘દુષ્ટ માણસોને બહુમાનાદિક આપીને સત્કાર કરવામાં આવે તો પણ તેઓ તો સજ્જનની સાથે કલહ અને ઇર્ષ્યા જ કરે છે, દૂધથી ધોયેલ કાગડો શું કલહંસપણાને કદી પણ પામી શકે છે ? પામી શકતો જ નથી.'
ઔચિત્યવેદીઓમાં અગ્રેસર એવો ધન્યકુમાર પોતાના બંધુઓને ઇર્ષ્યાથી વાણી અને તાળવું જેનું સૂકાઈ ગયેલ છે એવા, સુહૃદપણા વિનાના અને ક્રોધથી ધમધમતા દેખીને વિચારવા લાગ્યો, ‘જે સંપત્તિથી બંધુઓનાં અંતઃકરણો અતિ મલિન થઈ જાય, તે સંપત્તિને સજ્જન પુરુષો તો વિપત્તિતુલ્ય જ ગણે છે. તેથી આ સંપત્તિને ત્યજીને ફરી પણ પૂર્વ પ્રમાણે હું દેશાંતરમાં ચાલ્યો જાઉં કે જેથી ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થવાથી મારા ત્રણે બંધુઓ તુષ્ટ થાય.' આવો વિચાર કરીને ધનાદિકથી સંપૂર્ણ ઘર અને ત્રણે પ્રિયાઓને ત્યજી દઈને ગંગાદેવીએ આપેલ એક ચિંતામણિ રત્નને જ સાથે રાખી શ્રેણિક રાજા કે અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org