________________
૮૩
ધન્યકુમાર કૌશાંબી નગરીમાં અને સન્માનપૂર્વક હું તે બધાયને મારે ઘેર તેડી લાવું. આ પ્રમાણે વિચાર કરીને ધન્યકુમારે ઉત્તમ વસ્ત્રો અને આભૂષણો વગેરે આપી રથાદિકની અંદર તેઓને ગુપ્ત રીતે બેસાડીને તેમને નગર બહાર મોકલી દીધા.
નગરની બહારના કોઈ ઉદ્યાનમાં લઈ જઈને નોકરોએ સુગંધી તૈલાદિક વડે મર્દન કરી સર્વને સ્નાન કરાવ્યું, વસ્ત્રાભરણાદિકથી અલંકૃત કર્યા અને ઉત્તમ પ્રકારના રથાદિક સુખાસનોમાં તેમને બેસાડ્યા. ત્યાર પછી પૂર્વે નક્કી કર્યા મુજબ નિયત કરેલા પુરુષોએ આવીને ધન્યકુમારને વધામણી દીધી,
સ્વામી ! નગરના ઉપવનમાં આપના પૂજ્ય પિતાશ્રી તથા વડીલ બંધુઓ આવેલા છે. તેથી વધામણી આપનારને હર્ષપૂર્વક દ્રવ્યાદિક દેવા વડે રાજી કરીને ઘોડા, રથ, સિપાઈ ઇત્યાદિક પરિવારથી તથા અનેક મોટા શ્રીમંત શ્રેષ્ઠીઓથી પરિવરેલ ધન્યકુમાર તેમને તેડી લાવવાને ઉપવનમાં ગયો.
દૂરથી પિતાનાં દર્શન થતાં જ વાહનમાંથી નીચે ઉતરીને હર્ષપૂર્વક પિતાજીના પદયુગલમાં પડી, પ્રણામ કરીને તે બોલ્યો કે, “આજનો મારો દિવસ સફળ થયો, આજે મારા સર્વ કાર્યની સિદ્ધિ થઈ. આજે મારું સકળ ધન પણ સફળ થયું અને આજે મારો જન્મ સફળ થયો, કારણ કે આજે મને આપનાં પવિત્ર ચરણયુગલનાં દર્શન થયાં.” આમ સારી રીતે શિષ્ટાચારપૂર્વક પિતાજી તથા મોટા બંધુઓને નમન કરી કુશળવાર્તા પૂછીને સજ્જનતા તથા વિનીતના સર્વાશે ભાગ્યશાલી ધન્યકુમારે પ્રગટ કરી. પિતા ધનસાર શ્રેષ્ઠી પણ અત્યંત હર્ષપૂર્વક ધન્યકુમાર તથા સાથે આવેલા શ્રેષ્ઠીઓને ભેટ્યા અને સુખની તથા કુશળક્ષેમની વાતો પૂછવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org