________________
૮ ૨
ધન્યકુમાર ચરિત્ર
બહુ લક્ષ્મીવાળા આપની આવી નિર્ધન અવસ્થા કેમ થઈ? છાયાનો આશ્રય લઈને બેઠેલાઓને તાપની પીડા કદી પણ થતી નથી.’
ધન્યકુમારનું આ કથન સાંભળીને ધનસાર બોલ્યા, ‘વત્સ ! તારા પુણ્યથી આવેલી લક્ષ્મી તું ઉજ્જયિનીમાંથી નીકળ્યો કે તરત જ જેવી રીતે અતિ ફ્રુટ એવી ચેતના પણ દેહમાંથી જીવ જતાં તેની સાથે ચાલી જાય છે, તેવી રીતે તારી સાથે જ નીકળી ગઈ. કેટલુંક ધન ચોરો ચોરી ગયા, કેટલુંક અગ્નિથી બળી ગયું, કેટલુંક જળથી નાશ પામ્યું, ભૂમિમાં દાટેલું કોયલારૂપ થઈ ગયું અને અદૃશ્ય પણ થઈ ગયું. આમ સર્વ ધનનો નાશ થઈ ગયો અને છેવટે પેટ ભરવાની પણ મુશ્કેલી થઈ પડી, ત્યારે નગરને અમે છોડી દીધું અને ગામેગામ ભમતાં ‘રાજગૃહી મોટી નગરી છે.’ એમ સાંભળીને અમે બધા અહીં આવ્યા. પૂર્વે કરેલા કોઈ પુણ્યના ઉદયથી આજે તારૂં દર્શન થયું અને દુર્દશા નાશ પામી.’ પિતાજીની આવી વાણી સાંભળીને સ્વચ્છ હૃદયી ધન્યકુમાર પણ તેમનું દુઃખ હૃદયમાં પ્રતિબિંબિત થવાથી દુ:ખી થયો. કારણ કે, સજ્જનો સ્વભાવથી જ એવા હોય છે.
વળી ધન્યકુમારને તે વખતે એક વિચાર આવ્યો, ‘મારા પિતાશ્રી તથા બંધુઓ વગેરે આવા રાંક વેષથી આ નગરમાં આવે અને મારા ઘરમાં રહે તે યુક્ત નથી, આમ થાય તો તો ઘરમાં કામ કરનારા નોકરો પણ તેમનું બહુમાન કરે નહિ.' લોકોમાં પણ કહેવાય છે કે, ‘વેષના આડંબર વિનાના મોટા માણસોની પણ અવજ્ઞા થાય છે.' વળી મહાજનમાં ‘આ મારા બંધુઓ વગેરે નિર્ધન છે.' એમ ન કહેવાય અને તેવી લઘુતા તેમને ન મળે તે જ ઉત્તમ છે. હજુ સુધી કોઈએ આ વાત અહીં પણ જાણી નથી, તેથી ગુપ્ત રીતે હું તેમને નગરની બહારના ઉદ્યાનમાં મોકલાવી દઉં અને ત્યાંથી ઉત્તમ વસ્ત્રો તેમને પહેરાવીને મોટા આડંબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org