________________
ધન્યકુમાર કૌશાંબી નગરીમાં
લક્ષ્મીરૂપી વધૂના ક્રિીડાગૃહ તુલ્ય રાજગૃહી નગરીમાં એક વખતે પુણ્યશાલી ધન્યકુમાર સાત માળની હવેલીમાં ઉપરના માળે લીલાપૂર્વક વિનોદાદિક સુખ ભોગવતા આનંદ કરતા હતા. તે અવસરે આમતેમ જોતાં રસ્તા ઉપર ધન્યકુમારે દૃષ્ટિ કરી, તો અતિદીન દશાને પામેલા, વનચર પશુ જેવા રંક થઈ ગયેલા, રસ્તાની ધૂળથી ખરડાયેલાં અને જીર્ણ વસ્ત્રો પહેરેલાં પોતાનાં માતા શીલવતી, પિતા ધનસાર તથા ત્રણ મોટા ભાઈઓ ધનદેવ, ધનદત્ત તેમજ ધનચંદ્ર આદિને તેણે જોયા, તેઓને જોઈને મનમાં અતિ વિસ્મિત થઈ ધન્યકુમાર વિચારવા લાગ્યા, “અહો ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે, આ મારા આખા કુટુંબને ક્રોડોનું ધન તથા ધાન્યાદિકથી ભરેલા ગૃહમાં મૂકીને હું અહીં આવ્યો હતો. તે છતાં તેમની આવી સ્થિતિ થઈ ?” ખરેખર “કરેલ કર્મથી છોડાવવાને કોઈ સમર્થ નથી, એવું જિનેશ્વર ભગવાનનું વચન સત્ય છે.”
આમ વિચાર કરીને સેવકોને મોકલી તે સર્વને ધન્યકુમારે પોતાના ઘરમાં બોલાવ્યા અને નમસ્કાર કરીને વિનયપૂર્વક અંજલિ જોડી સ્વચ્છ અંતઃકરણપૂર્વક પિતાને તેણે પૂછ્યું, “હે પિતાજી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org