________________
ધન્યકુમાર કૌશાંબી નગરીમાં
૮૯ આવા સુંદર નગરમાં ઘણા અન્ય વ્યાપારીઓ આવીને વસ્યા હતા. આ ગામમાં ભાડું, કર વગેરે બહુ જ ઓછા હોવાથી વ્યાપારીઓ અને અન્ય રહેવાવાળાઓ ખાસ ખેંચાઈને આવ્યા હતા અને અન્યોઅન્યની હરીફાઈથી તરતમાં જ આવીને હર્ષપૂર્વક ત્યાં વસ્યા હતા. આ પુરમાં ધન્યકુમારની પ્રભુતા તો નિશ્ચળ થયેલી હતી. ઉપરાંત વ્યાપારાદિક વ્યવસાયમાં કુશળ હોવાથી ભાગ્યના ભંડાર એવા ધન્યકુમારે મહાપુણ્ય પ્રભાવથી થોડા વખતમાં જ કરોડો રૂપિયા મેળવ્યા.
તે નગર અન્ય રાજ્યના ઉપદ્રવથી અને યોગે, વ્યાધિ વગેરે ઉપદ્રવોથી રહિત હતું, તેથી તે નગરમાં વ્યાપારમાં ઘણી સરળતા હતી તથા લાભ ઘણો મળતો હતો. તેથી થોડા વખતમાં જ બહુ મનુષ્યો વસવા આવ્યા. ઘણા મનુષ્યોના નિવાસથી વસતિ વધી જવાના લીધે લોકોને પાણી મળવું મુશ્કેલ થઈ પડ્યું, તેથી ત્યાં વસનારા લોકો પરસ્પર બોલવા લાગ્યા, “આ નગરમાં બીજું તો સુખ છે પણ મોટા જળાશય વિના પાણીની પીડા મટે તેમ નથી.” આવી લોકોક્તિ ચરપુરુષો પાસેથી સાંભળીને લોકોનાં સુખ માટે ધન્યકુમારે સારા મુહૂર્તે એક મોટું સરોવર ખોદાવવાનો પ્રારંભ કર્યો. સેંકડો કામ કરનારા માણસો સરોવર ખોદવાના ઉદ્યમમાં લાગી ગયા અને તેની ઉપર દેખરેખ રાખનારા રાજસેવકો તાકીદે ખોદવા માટે તેમને પ્રેરણા કરવા લાગ્યા.
આ બાજુ ધન્યકુમાર પોતાના વડિલ ભાઈઓના કલહથી તથા ઈષ્યભાવથી કંટાળી જઈને રાજગૃહી નગરીને ત્યજી ઘેરથી નીકળ્યો ત્યારથી જ સૂર્ય અસ્ત થતાં દિવસની શોભા ચાલી જાય તેમ કુટુંબની સમસ્ત લક્ષ્મી પણ ત્વરાથી ચાલી ગઈ. એટલે તેનું ઘર બધું લક્ષ્મી રહિત શોભા વિનાનું થઈ ગયું. ધન્યકુમારના ચાલ્યા ગયાની તથા લક્ષ્મીનો નાશ થયાની હકીકત રાજગૃહીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org