________________
૯૦
કુમાર ચરિત્ર
સ્વામી શ્રેણિક મહારાજે સાંભળી, એટલે તેઓ બહુ કોપાકુલ થયા અને રાજસભામાં સભ્યોને કહેવા લાગ્યા, ‘અરે સભાજનો ! દુષ્ટ લોકોની દુષ્ટતા તો જુઓ! મારા જમાઈ ધન્યકુમાર તેના ત્રણ ભાઈઓની સહાય વગર જ આટલી મોટાઈ અને પ્રૌઢતા પામ્યા હતા, છતાં તે દુષ્ટ વડિલ ભાઈઓએ કલહ, ઇર્ષ્યા અને કુટિલતા કરીને તેને અતિશય ખેદ પમાડ્યો, એટલે ક્લેશકારી સ્થાન દૂરથી જ છોડી દેવું તે સજ્જનનું ભૂષણ છે.' આ શાસ્ત્રપ્રસિદ્ધ ઉક્તિનો આશ્રય લઈને ધન્યકુમાર કોઈ દૂર દેશમાં ચાલ્યા ગયા છે, તેમના કશા સમાચાર નથી. મહાપુરુષો વિરોધવાળા સ્થાનમાં રહેતા જ નથી. આ તેના બંધુઓ મહાપાપી છે અને કોઈ પણ પ્રકારના અધિકારને યોગ્ય નથી. આમ કહીને સજ્જનોનું પાલન કરવું અને દુષ્ટોનો દંડ કરવો તે રાજનીતિને સંભારીને તેમને અમુક વખત કારાગૃહમાં રાખી મોટી રકમનો શ્રેણિકે દંડ કર્યો અને બધા ગામો વગેરે તેમની પાસેથી લઈ લીધાં, પછી જેવા આવ્યા હતા, તેવા નિર્ધન કરીને તેમને છોડી મૂક્યા.
આવી રીતે ધન્યકુમારના પિતા ધનસાર તથા વિડલ ભાઈ ધનદેવ આદિ ધન વગરના થઈ ગયા, એટલું જ નહિ પણ ધનની સાથે જાણે કે તેની સ્પર્ધા કરનાર યશ, કીર્તિ, કાંતિ વગેરે ગુણો પણ તેમને છોડીને ચાલ્યા ગયા. નામથી ધનસાર પણ ધનરહિત થવાથી અધનસાર મનમાં વિચારવા લાગ્યો, ‘પહેલાં આ જ સ્થળે ઉંચો વ્યાપાર કર્યો, હવે અહીં હલકો ધંધો આપણાથી કેમ થઈ શકશે ?' આમ મનમાં વિચારી તેણે પોતાના પુત્રોને બોલાવીને કહ્યું, ‘પુત્રો, હવે અહીં રહેવું યોગ્ય નથી, તેથી ચાલો આપણે અન્ય દેશમાં જઈએ. દેશાંતરમાં ધનરહિત મનુષ્યોને ઉદર પૂરણાર્થે ભિક્ષાવૃત્તિ કરવી પડે તો પણ દ્રાક્ષ જેવી મીઠી લાગે છે. પરદેશમાં ભિક્ષાવૃત્તિ કરતાં છતાં પણ કોઈ માણસ તેને હલકાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org