________________
શતાનિકના રાજકારે
૧૩૩ વંશમાં (વાંસમાં વાંસથી) ઉત્પન્ન થયેલ મંથનદંડ-રવૈયો સ્ત્રીઓ હલાવે કે તરત જ સારી રીતે જામી ગયેલા દહીંને છૂટું પાડી નાંખે છે, તેવી રીતે ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો પણ સ્ત્રીઓથી પ્રેરાયેલા ગમે તેવાં અકૃત્યો કરવા ઉઘુક્ત થઈ જાય છે, જ્યારે ઘંટીનો દંડ સ્ત્રી હસ્તમાં લે ત્યારે દાણાના કણેકણને જુદા પાડી નાંખે છે, તેવી જ રીતે સ્ત્રીથી વ્યુહ્વાહિત થયેલા પુરુષો પણ માતા, પિતા વગેરેના સ્નેહને ક્ષણમાં દળી નાંખે છે, પૂર્વની સ્નયુક્ત સમગ્ર દશાને ત્યજી દે છે. જેવી રીતે તલવારખગ વગેરે શસ્ત્રો સરાણ વડે ઘસાય ત્યારે તેજસ્વી થાય છે. તેવી જ રીતે સ્વાર્થધ મૂર્ખ સ્ત્રીઓથી ઘસાતા, ખેદાતા પુરુષો પણ ઉલટા હૃદયમાં આનંદ માને છે, ખુશ થાય છે. રાજન્ ! મેં પહેલાં એમની ચિત્તની પ્રસન્નતા માટે અનેક ઉપાયો કર્યા છે, પણ ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ આ સ્ત્રીઓમાં પણ તે ઉપાયો બધા નિષ્ફળ ગયા છે. તેમાંથી કાંઈ પણ ફળની પ્રાપ્તિ થઈ નથી, જે કુલીન સ્ત્રીઓ હોય તેઓ તો એવો સારો બોધ આપે કે જેથી ઉન્માર્ગે જતા નદીના પ્રવાહને નદીના કાંઠાની ભીતો રોકી રાખે, તેવી જ રીતે છૂટા પડવાના ઉપાયને શોધતાં બંધુઓને પણ સુશ્લિષ્ટ કરીને રાખે, છૂટા પડવા ન દે. મેં આ ક્લેશ કરાવનારી ભાભીઓનો મદ ગાળવા માટે તથા વક્રતા મટાડવા માટે ઉપાય કરીને તેઓને જરા ખેદ પમાડ્યો છે. જેવી રીતે ઉત્તમ વૈદ્ય વિષમ જ્વરનો નાશ કરવા શરીરને સૂકવે છે. લાંઘણ કરાવે છે, તેવી જ રીતે મેં આ ઉપાય કલહ તથા વકતા નિવારવા માટે કર્યો છે, બીજું કાંઈ કારણ નથી. મને તેઓના પ્રત્યે હૃદયમાં સહેજ પણ દુર્ભાવ નથી.
આ રીતે પ્રીતિ ઉપજાવે તેવા વચનો વડે ધન્યકુમારે શતાનિક રાજાને ઘણો આનંદ પમાડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org