SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમારે કરેલું પારખું ૧૮૧ વિદેશમાં અન્ય સામાન્ય મનુષ્યને જ્યાં સુખ ન મળે ત્યાં પણ કીર્તિ, શ્રી અને ભોગપભોગ મળ્યા. પ્રબલ પુણ્યના સ્વામી ભાગ્યશાળી આત્માને સંસારમાં શું શું પ્રાપ્ત નથી થતું ? અર્થાત્ સર્વ પ્રાપ્ત થાય છે. તે આઠે પ્રિયાઓ સાથે રાજાની પાસે આવેલા ઉત્તમ આવાસમાં વાસ કરીને રાજગૃહી નગરીમાં દેવેન્દ્રની જેમ ધન્યકુમાર રહેવા લાગ્યા. આ બધો દાનધર્મનો જ પ્રબલ પ્રભાવ છે, માટે હે ભવ્યો ! તમે આ આશ્ચર્યકારી પુણ્યના પ્રભાવને યથાર્થ જાણજો, સમજજો, માનજો અને તેવા પુણ્યના કારણરૂપ ધર્મારાધના દ્વારા તેને અનુભવજો ! અને આચારમાં મૂકજો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002063
Book TitleDhanya kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy