________________
૧૮૦
ધન્યકુમાર ચરિત્ર
કરનાર એવા ધનસાર શ્રેષ્ઠીના નાના પુત્ર ધન્યકુમારને બહુ હર્ષ અને ઉત્સવપૂર્વક પોતાની ગુણમાલિની નામની પુત્રી પરણાવી અને બહુ વસ્ત્રાદિક પણ આપ્યા.
આ રીતે પ્રબલ પુણ્યના યોગે અનેક પ્રકારે વૈભવ, ઐશ્વર્ય તથા સંપત્તિનો ઉપભોગ કરતા તે ધન્યકુમાર કેટલાક દિવસ સુધી ત્યાં રહ્યા, પછી રાજાદિકની રજા લઈને છ ભાષાઓથી શોભતા શ્રીરાગની જેમ છ પ્રિયાઓ (સૌભામંજરી, સુભદ્રા, ગીતમાળા, સરસ્વતી, લક્ષ્મીવતી, ગુણમાલિની) સહિત રાજગૃહી નગરી તરફ ચાલ્યા. રસ્તે ઘણા રાજાઓનાં ભેટણાં સ્વીકારતા અને કૃપા મેળવતા અનુક્રમે રાજગૃહીના ઉપવનમાં તે આવ્યા.
શ્રેણિક મહારાજા ચરના મુખેથી ધન્યકુમારનું આગમન સાંભળીને ચતુરંગી સેના સહિત તેમને લેવા માટે તેની સામે ગયા, જમાઈને હર્ષપૂર્વક ભેટીને કુશળવાર્તા પૂછી અને મોટા મહોત્સવપૂર્વક ધન્યકુમારનો મગધેશ્વર રાજગૃહી નગરીમાં પ્રવેશ કરાવ્યો, નગરજનોએ અતિ અદ્ભુત પુણ્યના સમૂહરૂપ ધન્યકુમારને આવતા જોઈને ગૌરવપૂર્વક તેની પ્રશંસા કરી. પોતાના સ્વામીનું આગમન સાંભળીને પોતાના પિતાના ઘેર રહેલી સોમશ્રી અને કુસુમશ્રી બંને આવીને પોતાના સ્વામી ધન્યકુમારના ચરણને નમસ્કાર કરી અંતપુરમાં રહેલી દેવાંગનાઓને પણ રૂપમાં જીતે તેવી છ સપત્નીઓને મળી.
પરસ્પર કુશળ આલાપ પૂછ્યા પછી શાલિભદ્રની બહેન સુભદ્રા પાસેથી ધન્યકુમારનું સમસ્ત અદ્ભુત ચરિત્ર સાંભળીને તેઓ બહુ આશ્ચર્ય પામી અને આનંદિત થઈ. તે બંને અને સાથે આવેલ છ મળી આઠ સ્ત્રીઓ એકત્ર થઈ અને આઠ ઋદ્ધિઓ સાથે યોગી વિલાસ કરે તેમ તે આઠે પત્નીઓ સાથે દોગુંદક દેવની જેમ પુણ્યશાલી ધન્યકુમાર વિલાસ કરવા લાગ્યા. તે મહાભાગ્યશાળીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org