________________
ધન્યકુમારે કરેલું પારખું.
૧૭૯ કહેવત છે કે, જેનું અન્ન તેનું પુણ્ય. મેં તો માત્ર તેના ઘરનું ભોજન કર્યું છે. તેના અંતઃપુરાદિકમાં પણ મેં કાંઈ પણ અનુચિત કાર્ય કર્યું નથી, કે જેનાથી હું રાજાનો કે ધર્મનો દોષપાત્ર થાઉં. મેં તો તે ધનકર્મા શ્રેષ્ઠીનું જ નામ અને કીર્તિ વધાર્યા છે. આમાં મારો શું દોષ છે કે જેથી મહારાજા મને વધની આજ્ઞા ફરમાવે છે ?”
આ પ્રમાણે તે ભાટનાં વચન સાંભળીને રાજાદિક સર્વે સભાજનો વિસ્મયપૂર્વક હસવા લાગ્યા અને બોલ્યા, “અરે ચારણ! તે બહુ સારું કર્યું. આ શેઠના કૃપણતારૂપી રોગનો તારા વિના કોઈ બીજો ઉત્તમ વૈદ્ય મળત નહિ. આવા કૃપણોને આવી જ શિક્ષા ઘટે છે, આમાં તારે કાંઈ પણ દોષ જણાતો નથી.”
રાજાએ પણ કોપ ત્યજી દઈ તે ઈશ્વરદત્ત ચારણ ઉપર પ્રસન્ન થઈને તે ચારણને બંધનથી મુકાવ્યો અને તેને યથોચિત પ્રીતિદાન આપીને વિસર્જન કર્યો. તે ઈશ્વરદત્ત ચારણ પણ આ પ્રમાણે શીખામણ આપવા લાગ્યો કે, “રે શ્રેષ્ઠીન્ ! હવે ફરીથી કોઈ વખત ભાટ, ચારણ, યાચક સાથે વિરોધ કરશો નહિ, વળી હૃદયને દયા, દાન ઇત્યાદિ સગુણોથી નિર્મળ રાખજો. કૃપણતા તો આ ભવ અને પરભવ બંનેમાં કેવળ દુઃખનાં જ કારણભૂત છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “ધનને ભોગવવું અને આપવું. પણ તેનો સંગ્રહ કરવો નહિ. કીડીઓ બહુ ધાન્યનો સંગ્રહ કરે છે, તો તેતર પક્ષીઓ તે ખાઈ જાય છે.'
આ પ્રમાણે તે શ્રેષ્ઠીને ઉત્તમ શીખામણ આપીને તે ચારણ ચાલતો થયો. ધનકર્મા શ્રેષ્ઠી પણ લજ્જાથી નીચું મુખ કરી રાજાને નમસ્કાર કરીને લક્ષ્મી તથા ઘર મળવાથી સંતુષ્ટ અંત:કરણવાળો થઈ ઘણા માણસો સહિત પોતાના ઘેર ગયો. વિકટ સંકટમાંથી છૂટે ત્યારે કોને આનંદ થતો નથી ? શ્રેષ્ઠીએ ઘેર ગયા પછી રાજાનાં વચનને અને પોતાની ઉપરના ઉપકારને સંભારીને કષ્ટોનો નાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org