________________
૧૦૮
ધન્યકુમાર ચરિત્ર કહેલી કળા ત્યારે જ સાચી મનાય કે, જ્યારે આમાંથી કોઈ પણ ચારણ લક્ષ્મીપુરના અમિત ધનવાળા ધનકર્માનાં ઘેર જઈને તેની પાસેથી એક દિવસનો આપણી જ્ઞાતિ સંમેલનમાં ચાલે તેટલા ભોજનનો ખર્ચ મેળવે.' આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને મેં પ્રતિજ્ઞા કરી કે, “જો ધનકર્મા પાસેથી આપણા સમુદાયને એક દિવસનું ભોજન થાય તેટલું ધન લાવું તો જ આ સમુદાયમાં એકઠા થયેલા દ્રવ્યમાંથી મારો ભાગ મારે લેવો, નહિ તો લેવો નહિ.’ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ધનકર્માના ઘેર જઈ આશીર્વાદ દઈને મેં એક દિવસના ભોજનનો ખર્ચ માંગ્યો, એટલે તે શ્રેષ્ઠીએ કહ્યું કે, ‘આજે સમય નથી, આવતી કાલે આપીશ.’ આ પ્રમાણે કહેતાં તેને સાંભળીને હું ત્રીજે દિવસે ગયો, પણ ઉત્તર તે જ મળ્યો કે, ‘કાલે આપીશ.' આમ મેં અનેક દિવસો સુધી તેની પાસે યાચના કરી, પણ કાંઈ મળ્યું નહિ. ચારણના સમૂહમાં હું પ્રતિજ્ઞાભ્રષ્ટ થવાથી બધા મારી મશ્કરી કરવા લાગ્યા.’
‘ત્યારે મેં વિચાર કર્યો કે, મેં આવી પ્રતિજ્ઞા કરીને મારી મોટાઈ ગુમાવી ! પણ આવી રીતે મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય. તો પછી જીવવું નકામું છે. આથી વિચાર કરીને આ અતિશય કૃપણ પુરુષની નહિ ભોગવાતી લક્ષ્મીને ભોગમાં લાવવા માટે મેં ચંડિકાદેવીની આરાધના કરી, ઘણા ઉપવાસ અને ઘણા ક્લેશ-દુઃખ મેં સહન કર્યાં. ત્યારે તે દેવી મારા ઉપર પ્રસન્ન થઈ. તેણે મને જેવું રૂપ કરવું હોય તેવું કરી શકવા સમર્થ વરદાન આપ્યું. તેટલામાં ધનકર્મા શ્રેષ્ઠી બીજે ગામ ગયા. તે લાગ મળવાથી શ્રેષ્ઠીનું રૂપ કરીને હું તેના ઘરમાં પેસી ગયો. તેના ઘરમાં રહીને મેં તેની લક્ષ્મીનો દાનાદિ દ્વારા સદુપયોગ કર્યો છે. તેમાં પણ મેં તો તેનું જ ના અને યશઃકીર્તિ વધાર્યાં છે. દુ:ખી પ્રાણીઓનો જે મેં ઉદ્ધાર કર્યો છે, તેમાં પણ પુણ્ય તો તેને જ છે. લોકોમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org