________________
૧૩
ધન્યકુમારને ઘરે અભયકુમાર
પ્રદ્યોતનરાજા પર વિજય પ્રાપ્ત કરીને અભયકુમાર રાજગૃહી આવી પહોંચ્યા. ધન્યકુમાર પણ રાજાની સાથે અભયકુમારને સ્વાગત કરવા સામે આવ્યા હતા, રાજાની સાથે સરખા આસને બેઠેલા હતા. અનુક્રમે અવસર થયો ત્યારે ધન્યકુમાર બહુ મૂલ્યવાન એવું ભેટલું લઇને અભયકુમાર પાસે આવ્યા.
તે સમયે રાજા શ્રેણિકે ચક્ષુની સંજ્ઞાથી તે ગ્રહણ કરવાની ના પાડી. અભયકુમારે તે સમજી જઈને ના કહી. પછી ધન્યકુમારે ઘણા શપથ દીધા તથા ઘણો આગ્રહ કર્યો ત્યારે તેમાંથી જરામાત્ર ગ્રહણ કર્યું.
અભયકુમાર વિચારવા લાગ્યા : ‘આ કોઇ નવીન સજ્જન જણાય છે, રાજા પણ બહુ સ્નેહથી તેને બોલાવે છે. અવસરે તે સર્વ જણાશે, પરંતુ આ બહુ ગુણવાન હોય તેમ જણાય છે.’
ત્યાર બાદ શિષ્ટાચારપૂર્વક સર્વને પ્રસન્ન કરીને વિસર્જન કર્યા અને પોતાના સેવક વર્ગની સાથે વાર્તાવિનોદ કરીને તેમને પણ પોતપોતાનાં ઘેર જવાની અનુજ્ઞા આપી, ત્યાર પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org