SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ધન્યકુમાર ચરિત્ર નિર્વિદનકારી એવા તેમના ધર્મના ઉદયને ધન્ય છે, તેમના પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને ધન્ય છે, લોકોત્તર અને ઉપમા ન આપી શકાય તેવા એમનાં ભાગ્યને પણ ધન્ય છે કે, જગન્નાથ શ્રી વીરભગવંતના હાથે તેઓ દીક્ષા ગ્રહણ કરશે. તેમનાં જીવિતને પણ ધન્ય છે, આપણા આજના દિવસને અને આપણા જન્મને પણ ધન્ય છે કે ધર્મમૂર્તિ એવા ધન્યકુમારનાં આપણને દર્શન થશે. તેવા મહાન પુરૂષોનાં નામ ગ્રહણથી પણ પાપનો નાશ થાય છે.' ઉપરોક્ત સ્તુતિ કરતા હજારો પૌરજનો તેમને નમસ્કાર કરવા લાગ્યા. પૌરજનોથી કરાતી તેવી પ્રશંસા સાંભળતા ધન્યકુમાર ગુણશીલ વનમાં આવ્યા. પૌરજનનાં તથા ઘરનાં માણસોનાં મુખેથી તે વૃત્તાંત સાંભળીને લીલાશાળી શાલિભદ્ર પણ સંવેગથી વ્રત લેવામાં ઉત્સુક થયા પછી માતાની પાસે જઈને યુક્તિપૂર્વક માતાને સમજાવી. માતા પ્રત્યુત્તર દેવાને શક્તિવંત થયાં નહિ. પૂર્વે ધન્યકુમારનાં વચનની યુક્તિથી તેમનો આગ્રહ ઢીલો પડ્યો હતો. એટલે શાલિભદ્રનો વ્રત ગ્રહણ કરવાનો નિશ્ચળ અભિપ્રાય જાણીને ભદ્રા બોલ્યા, “વત્સ! તારો તથા ધન્યકુમારનો વૈરાગ્ય પરિપક્વ થયો છે, અને તમે દીક્ષા ગ્રહણ કરવા કૃતનિશ્ચયી થયા છો, તો તમને હવે અમે કઈ રીતે રોકીએ? તમે તમારા કાર્યમાં સફલ બનો ! એ જ અમારા આશીર્વાદ છે.” આ પ્રમાણે બોધ પામેલી માતાની આજ્ઞા મેળવીને તરત જ સર્વ સ્ત્રીઓને ત્યજી દઈ વિષમિશ્રિત અન્નની જેમ શેષ ભોગપભોગને પણ ત્યજી દઈ વ્રતગ્રહણના ઉદ્યમમાં શાલિભદ્ર તૈયાર થઈ ગયા. તે સમયે શ્રેણિક મહારાજાએ તથા ગોભદ્રદેવે તેમની દીક્ષા નિમિત્તે અપૂર્વ મહોત્સવ કર્યો. એ રીતે શાલિભદ્ર પણ જિનેશ્વરની પાસે આવ્યા. - પછી તે બંને સમવસરણ પાસે આવી પાંચ અભિગમ સાચવી મહાવીર ભગવંતને નમીને બોલ્યા, “હે ભગવંત ! જન્મ, જરા અને મૃત્યુથી આ સંસાર સળગી રહ્યો છે, જેવી રીતે કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002063
Book TitleDhanya kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy